Asian Champions Trophy: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું, બ્રોન્ઝ મેડલ કર્યો કબજે
ટોક્યો ઓલિમ્પિક બાદ ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ દમદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Hockey, Asian Champions Trophy India won Bronze Medal: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ઢાકામાં રમાયેલા આ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું છે. આ મુકાબલામાં ભારતે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ ક્વાર્ટર પૂરુ થવા સુધી એક ગોલ કરી દીધો હતો. પરંતુ પાકિસ્તાને પણ આ ક્વાર્ટરમાં ગોલ કરીને 1-1ની બરોબરી કરી લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાને બીજો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. તેના જવાબમાં ભારતે થોડા સમયના અંતરે બે ગોલ કરીને સ્કોર 4-2 કરી દીધો હતો. પાકિસ્તાને મેચ સમાપ્ત થતા પહેલા વધુ એક ગોલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે હરમનપ્રીત સિંહ, સુમિત, વરૂણ અને આકાશદીપે એક-એક ગોલ કર્યો હતો. તો પાકિસ્તાન માટે અફરાજે 10મી મિનિટમાં, અબ્દુલ રાણાએ 33મી મિનિટમાં અને નદીમે 57મી મિનિટે ગોલ કર્યો હતો. આ મુકાબલા માટે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે આ મુકાબલા પહેલા જાપાન વિરુદ્ધ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હારની ટીમ ઈન્ડિયા પર કોઈ નકારાત્મક અસર પડી નહીં અને તેણે પાકિસ્તાન સામે શાનદાર વાપસી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને બીજીવાર હરાવ્યું છે. મહત્વનું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આ ભારતની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે