બેંગલુરૂઃ આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ કહ્યું કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ હંમેશા કાગળ પર સારી રહી છે. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ અને શિમરોન હેટમેયર તથા ટીમ સાઉદી જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ બેંગલોરનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. 


માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું, 'આ ટીમની પાસે સારી લાઇનઅપ હતી પરંતુ તે માત્ર કાગળ પર જોવા મળી.' બેંગલોરે આઈપીએલની 12મી સિઝનમાં શરૂઆતી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીમે પાંચ મેચમાં વિજય મેળવ્યો હતો. 


IPL 2019: એલિમિનેટરમાં હૈદરાબાદની સામે ટકરાશે દિલ્હી, જાણો કોણ-કોના પર ભારી