આ પાંચ ક્રિકેટરોને IPLના રસ્તે મળી છે ટીમ ઈન્ડિયાની ટિકિટ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ભારતીય ક્રિકેટને ઘણા સિતારા મળ્યા છે. પરંતુ આ લીગ દ્વારા ભારતને આ પાંચ શાનદાર ક્રિકેટર મળ્યા.
નવી દિલ્હીઃ જો તમને કોઈ પૂછે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજનથી ભારતીય ક્રિકેટને પૈસા સિવાય શું ફાયદો થાય તો તમે શું કહેશો? જો તમે એક સારા ક્રિકેટ પ્રેમી છો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ધ્યાનથી જોઈને સમજો છો તો ચોક્કસ પણે તમારો જવાબ તે હશે કે આ લીગની મદદથી ટીમ ઈન્ડિયાને સારા યુવા ક્રિકેટર સતત મળી રહ્યાં છે. અમે તમને તેવા પાંચ ભારતીય ક્રિકેટર વિશે જણાવીએ જેની ટીમ ઈન્ડિયામાં પસંદગી આઈપીએલને આધારે થઈ છે.
જસપ્રીત બુમરાહના યોર્કરનો જલવો
આજની તારીખમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફીકી લાગે છે. પરંતુ તેના યોર્કર બોલનો જલવો પહેલા આઈપીએલમાં જોવા મળ્યો હતો. આ વિશિષ્ટ એક્શન વાળા યુવકે માત્ર 20 વર્ષની ઉંમરમાં બધાને ચોંકાવી દીધા. પરંતુ બુમરાહને 2 મેચમાં ત્રણ વિકેટ મળી, પરંતુ તેની યોર્કર ફેંકવાની ક્ષમતા બધાનો ચર્ચાનો વિષય બની ગઈ હતી.
IPL ઈતિહાસ: મુંબઈ ઈન્ડિયન્સના નામે નોંધાયેલી છે અનોખી જીત, 12 વર્ષથી યથાવત છે રેકોર્ડ
અશ્વિન બન્યો હતો ધોનીનો હથિયાર
ભલે આઈપીએલમાં હવે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની (ઓફ સ્પિનર તરીકે હરભજન સિંહ પર વિશ્વાસ કરે) પરંતુ કેપ્ટન કુલે આઈપીએલ-2009મા ઘરેલૂ ક્રિકેટના એક અજાણ્યા યુવા ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પોતાની ટીમમાં તક આપી હતી. ચેન્નઈના આ લોકલ હોયે માત્ર 2 મેચ રમીને 2 વિકેટ ઝડપી. પરંતુ તેણે પોતાના કેરમ બોલ ઓફ સ્પિનથી ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.
આઈપીએલની આગામી સીઝનમાં અશ્વિનની કમાલ જોવા મળી અને માત્ર 6.10ની ઇકોનોમી રેટથી 13 વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોનું દિલ જીતી લીધું કે ભજ્જીની હાજરી છતાં તે પહેલા ટીમ ઈન્ડિયામાં પહોંચ્યો અને પછી 2011ના આઈસીસી ક્રિકેટ વિશ્વકપ માટે પણ ટીમનો ભાગ બની ગયો. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ અશ્વિન નંબર-1 સ્પિનર તરીકે સ્થાપિત થઈ ગયો અને આ સ્થાન આજે પણ યથાવત છે.
IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ 'શૂન્ય' પર આઉટ થયા છે આ પાંચ ખેલાડીઓ
રિષભ પંતને સિક્સ ફટકારવાની ક્ષમતાથી મળી ઓળખ
ભારતીય ક્રિકેટ ટીમમાં એમએસ ધોનીનું સ્થાન લેનાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) આમ તો 2016ના અન્ડર-16 વિશ્વકપ અને તે વર્ષે રણજીમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી ચુક્યો હતો. પરંતુ તેને અસલી ઓળખ આઈપીએલથી મળી હતી.
પંતે 2016ની સીઝનમાં માત્ર 198 રન બનાવ્યા, પરંતુ તેણે મોટા ક્રિકેટરના આગમનની ઝલક બધાને બતાવી દીધી હતી. આઈપીએલ 2017મા પંતનો જલવો જોવા મળ્યો અને તેણે 366 રન બનાવ્યા અને 24 સિક્સ ફટકારી હતી. તેના કારણે તેને ટીમ ઈન્ડિયાની ટિકિટ મળી હતી.
હાર્દિક પંડ્યામાં જોવા મળી કપિલ દેવની ઝલક
મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે પ્રથમવાર હાર્દિક પંડ્યાને આઈપીએલ-2015 માટે ટીમમાં પસંદ કર્યો હતો. ત્યાં સુધી વડોદરાના આ છોકરાને કોઈ જાણતું નહતું, પરંતુ પ્રથમ સીઝનમાં હાર્દિકે દેખાડ્યું કે, તે ટીમ ઈન્ડિયાના મહાન ખેલાડી કપિલ દેવ બાદ ખાલી થયેલી ઓલરાઉન્ડરની પોસ્ટને ભરવા માટે દાવેદાર છે. આઈપીએલ-2015મા તેણે 112 રન બનાવ્યા, પરંતુ સ્ટ્રાઇક રેટ 180.64ની રહી. જેથી આગામી વર્ષે તેને ટીમ ઈન્ડિયામાં પ્રવેશ મળી ગયો. ત્યારથી હાર્દિકે પાછુ મળીને જોયું નથી.
IPL ઈતિહાસઃ એક-બે સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ગાયબ થઈ ગયા આ પાંચ ખેલાડીઓ
ભુવીએ આઈપીએલમાં મજબૂત કરી સ્વિંગની ધાર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ચર્ચા પોતાની પ્રથમ રણજી સીઝનમાં સચિન તેંડુલકરને શૂન્ય પર આઉટ કરવા માટે થતી હોય, પરંતુ તેની બોલિંગને અસલી ધાર આઈપીએલમાં મળી. આઈપીએલ 2011મા ભુવીને માત્ર ત્રણ વિકેટ મળી. પરંતુ તેણે માત્ર 6.09ની સ્ટ્રાઇક રેટથી બધાને ચોંકાવી દીધા હતા.
આઈપીએલ-2012મા ભુવીના બોલ પર રન બનાવવા વિપક્ષી ઓપનરો માટે સરળ ન રહ્યાં. તેના કારણે પાકિસ્તાન વિરુદ્ધ ભુવીને ટીમ ઈન્ડિયામાં તક મળી. જેમાં તેણે મોહમ્મદ હાફીઝને પોતાના સ્વિંગ પર બોલ્ડ કરીને આગળની કહાની લખી. તે મેતમાં ભુવીએ 9 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube