IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ 'શૂન્ય' પર આઉટ થયા છે આ પાંચ ખેલાડીઓ
શૂન્ય પર આઉટ થવું એવો રેકોર્ડ છે જેને બેટ્સમેન તો શું બોલર પણ બનાવવા ઈચ્છશે નહીં. આઈપીએલમાં આવા કમનસીબ વાળા ખેલાડીઓની કમી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન આ વર્ષે ભારતમાં નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાત (UAE)ના મેદાનો પર થવાનું છે. 12 લર્ષના આઈપીએલ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ બન્યા છે. તેવામાં ઘણા એવા રેકોર્ડ પણ બન્યા જેને કોઈ ખેલાડી બીજીવાર બનાવવા ઈચ્છશે નહીં. હકીકતમાં અમે આ લેખમાં વાત કરીશું આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનોની. ચોંકાવનારી વાત છે કે આઈપીએલમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થનાર ટોપ-5 ખેલાડીઓ ભારતના છે.
હરભજન સિંહ
ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. ભજ્જી આઈપીએલ કરિયરમાં 13 વખત શૂન્ય પર આઉટ થયો છે. જે કોઈ અન્ય ખેલાડી કરતા વધુ છે. આમ તો ભજ્જી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
પાર્થિવ પટેલ
ભારત માટે સૌથી નાની ઉંમરે વિકેટકીપિંગ કરનાર ખેલાડી પાર્થિવ પટેલ આઈપીએલમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે. પાર્થિવે આ મામલામાં હરભજન સિંહની બરોબરી કરી છે. પાર્થિવ પણ અત્યાર સુધી 13 વખત શૂન્ય પર આઉટ થયો છે.
IPL ઈતિહાસઃ એક-બે સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ગાયબ થઈ ગયા આ પાંચ ખેલાડીઓ
પીયૂષ ચાવલા
લેગ સ્પિનના જાદૂગર પીયૂષ ચાવલા પોતાની બોલિંગ માટે જાણીતો છે. પરંતુ પીયૂષના નામે પણ આઈપીએલમાં સૌથી વધુ 12 વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
મનીષ પાંડે
ટીમ ઈન્ડિયાના મધ્યમક્રમના બેટ્સમેન મનીષ પાંડે પોતાની શાનદાર બેટિંગ માટે આઈપીએલ મેગાસ્ટારોની લિસ્ટમાં પહેલાથી જ સામેલ છે. પરંતુ આ લીગમાં સૌથી વધુ વખત ખાતું ન ખોલાવવાના મામલામાં પણ પાંડેનું નામ નોંધાયેલું છે. મનીષ પાંડે આઈપીએલ કરિયર દરમિયાન 12 વખત શૂન્ય પર આઉટ થયો છે.
અંબાતી રાયડૂ
વધુ એક એવું નામ જે આઈપીએલના અણગમતા રેકોર્ડના લિસ્ટમાં સામેલ છે, તે છે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અંબાતી રાયડૂનું. મનીષ પાંડે અને પાર્થિવ બાદ રાયડૂ ત્રીજો એવો નિષ્ણાંત બેટ્સમેન છે, જે આઈપીએલમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયો છે. રાયડુ પણ 12 વખત શૂન્ય પર આઉટ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે