નવી દિલ્હી: ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટમાંથી એક ગણાતી ઈન્ડિયન પ્રિમિયર લિગ (Indian Premier League- IPL)ના આયોજનનો રસ્તો ભલે ક્લિયર થઈ ગયો હોય પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના અડિયલ વલણના પગલે તેના બહિષ્કારની માગણી ઉઠી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંકટ વચ્ચે આઈપીએલ 2020 સપ્ટેમ્બરમાં રમાશે. સ્પષ્ટ છે કે ક્રિકેટના ચાહકો માટે આ સૌથી મોટા ખબર છે પરંતુ BCC એ ચીની કંપની સાથે કરાર તોડવાનો ઈન્કાર કરીને ક્રિકેટના આ મિની કુંભને જોખમમાં નાખ્યો છે. વિભિન્ન સંગઠનોએ બોર્ડના આ વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે સોશિયલ મીડિયામાં પણ IPLના બહિષ્કારની માગણી ઉઠી છે. 


ભારતીય રાખડીઓએ ચીનને 4 હજાર કરોડનો ચૂનો ચોપડ્યો, અત્યંત સફળ રહ્યું અભિયાન


લદાખ હિંસા બાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે. સરકારે પણ અનેક ચીની કંપનીઓ પર કાર્યવાહી કરી છે. આવામાં લોકોને આશા હતી કે BCCI દેશહિતમાં વીવો મોબાઈલ સાથે નાતો તોડશે. અત્રે જણાવવાનું કે ચીની કંપની વીવો આઈપીએલની ટાઈટલ સ્પોન્સર છે. જો કે બોર્ડે દેશહિતથી વધુ પૈસાને મહત્વ આપ્યું અને હવે પોતાના આ વલણના પગલે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હેશટેગ boycott IPL સાથે લોકો અભિયાન ચલાવી રહ્યાં છે. 


કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે આ અંગે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકરને પણ પત્ર લખ્યો છે. કન્ફેડરેશનનું કહેવું છે કે BCCIનો વીવો સાથે નાતો ન તોડવાનું દર્શાવે છે કે તેમના માટે પૈસા જ બધુ છે. નોંધનીય છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ યુએઈ ખસેડાઈ છે. દુબઈ, અબુધાબી અને શારજાહમાં બધી મેચો રમાશે. 


ભારતે કડક શબ્દોમાં ચીનને કહ્યું, LAC પર તણાવવાળા સ્થળોએથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછળ હટાવો


હવે સમજીએ કે આખરે બોર્ડ માટે આ સંબંધ તોડવો મુશ્કેલ કેમ છે? હકીકતમાં 2018 બાદથી બોર્ડને મીડિયા રાઈટ્સના લગભગ 3300 કરોડ મળ્યા છે. આ બાજુ પ્રાયોજકો પાસેથી 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. VIVO દર વર્ષે ટાઈટલ સ્પોન્સરશીપ માટે BCCIને 440 કરોડ રૂપિયા ચૂકવે છે. જો કે આ બધુ BCCIના ખિસ્સામાં નથી જતું. 


આઈપીએલની કમાણીનો અડધો હિસ્સો આઠ ફ્રેન્ચાઈઝીમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ બીસીસીઆઈની પાસે લગભગ બે હજાર કરોડ રૂપિયા બચે છે. સ્પષ્ટ છે કે આવામાં તેમના માટે વીવો છોડવું સરળ નથી. આમ કરીને તેમને સીધી રીતે 440 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે. આમ તો એકલા 440 કરોડની વાત નથી. જો બોર્ડ ચીની કંપનીને પોતાનાથી અલગ કરે તો તેણે કાયદાકીય આંટીઘૂંટીનો પણ સામનો કરવો પડી શકે છે. કારણ કે 2018માં વીવોએ 2,199 કરોડની બોલી લગાવીને પાંચ વર્ષ સુધી આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશીપનો કરાર મેળવ્યો છે. કથિત રીતે એક્ઝિટ ક્લોઝ VIVOના પક્ષમાં છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube