સાકાર થવા જઈ રહ્યું છે ટેસ્ટ રમવાનું સપનુઃ ફિંચ
કેટલાક ખેલાડી એવા છે જે પ્રથમ વખત પ્રવાસે જઈ રહ્યાં છે તેના માટે ખુબ રોમાંચક ક્ષણ હશે.
બ્રિસ્બેનઃ પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદ થયેલા નિર્ધારિત ઓવરોના નિષ્ણાંત બેટ્સમેન એરોન ફિંચનું કહેવું છે કે, તેનું લાંબા સમયથી ટેસ્ટ રમવાનું સપનું લટકેલું હતું જે હવે સાકાર થવાની નજીક છે. ફિંચની પ્રથમવાર ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ છે. ફિંચે કહ્યું કે, શંકા વિના તેણે ટેસ્ટ મેચ રમી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્તરથી તે વાકેફ છે તેથી ટીમમાં રહેલા યુવા ખેલાડીઓની મદદ કરી શકે છે.
વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફોએ ફિંચના હવાલાથી લખ્યું છે, કેટલાક ખેલાડી એવા છે જે પ્રથમ વખત પ્રવાસે જઈ રહ્યાં છે તેના માટે ખુબ રોમાંચક ક્ષણ હશે. આ મારી પણ પ્રથમ ટેસ્ટ ટૂર છે. હું આમ ઘણા પ્રવાસ કરી ચુક્યો છે અને ઈન્ટરનેશનલ ક્રિકેટની માંગથી વાકેફ છું. હું ટેસ્ટ ક્રિકેટમાં રમ્યો નથી પરંતુ યુવા ખેલાડીઓને મદદ કરી શકું છું અને જો કેપ્ટન ટિમ પેન તથા કોચ જસ્ટિન લેંગરને જરૂર પડે તો મદદ પણ કરી શકું છું.
ફિંચનું માનવું છે કે જો આ સમયે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા ન મળે તો લગભગ જ તેને સ્થાન મળી શકત. ફિંચે કહ્યું, આ તે સમય છે ક જો મારી ટેસ્ટ ટીમમાં આજે પસંદગી ન થઈ હોત તો ક્યારેય ન થાત. તમે ટેસ્ટ ટીમમાં સામેલ થવા અને બૈગી ગ્રીન કેપને હાસિલ કરવાના સપનાને જોતા મોટા થતા હોવ છો. મારા માટે હવે આ નજીક છે.