જસપ્રીત બુમરાહે 2019ને સિદ્ધિઓ અને શીખવાનું વર્ષ ગણાવ્યું
બુમરાહે કહ્યું કે, આ વર્ષે તે ઘણું શીખ્યો અને સાથે આગામી વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે વર્ષ 2019ને મેદાનની અંદર અને બહાર 'સિદ્ધિ', શીખવું અને યાદો'નું વર્ષ ગણાવ્યું અને કહ્યું કે, તે 2020માં અન્ય એક સફળ વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
બુમરાહે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વર્ષ પોતાની સિદ્ધિઓની કેટલિક તસવીરો શેર કરતા લખ્યું છે, 'વર્ષ 2019 મેદાનની અંદર અને બહાર સિદ્ધિઓ, શીખ, આકરી મહેનત અને સુખદ યાદો જોડવાનું વર્ષ રહ્યું છે. વર્ષ 2020માં જે પણ હાસિલ કરીશ હું તેની રાહ જોઈ રહ્યો છું.'
2010-2019: ઓસ્ટ્રેલિયાથી પણ આગળ રહી ટીમ ઈન્ડિયા, દરેક ફોર્મેટમાં ધમાકેદાર પ્રદર્શન
બુમરાહ વર્ષ 2019માં ન માત્ર ત્રણેય ફોર્મેટમાં ભારતીય ફાસ્ટ બોલિંગનો આગેવાન બન્યો પરંતુ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર પણ બન્યો છે. 26 વર્ષીય બુમરાહે 2019નું સમાપન એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર એક બોલરના રૂપમાં કર્યું છએ જ્યારે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં તે છઠ્ઠા નંબરનો બોલર છે. આ વર્ષે બુમરાહ હરભજન સિંહ અને ઇરફાન પઠાણ બાદ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube