2010-2019: ઓસ્ટ્રેલિયાથી પણ આગળ રહી ટીમ ઈન્ડિયા, દરેક ફોર્મેટમાં ધમાકેદાર પ્રદર્શન

બેટિંગમાં તો હંમેશાથી ટીમ ઈન્ડિયાનો મજબૂત પક્ષ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમની ફાસ્ટ બોલિંગ એક ખાસ મુકામ હાસિલ કરી લીધો છે. 
 

 2010-2019: ઓસ્ટ્રેલિયાથી પણ આગળ રહી ટીમ ઈન્ડિયા, દરેક ફોર્મેટમાં ધમાકેદાર પ્રદર્શન

નવી દિલ્હીઃ દાયકો પૂરો થવાનો છે અને ટીમ ઈન્ડિયાએ છેલ્લા 10 વર્ષમાં એક ટીમના રૂપમાં ખૂબ લાંબી સફર કાપી છે. ટેસ્ટ ક્રિકેટમાં નંબર એકના પદ પર રહેલી ટીમ ઈન્ડિયા આજે વિશ્વની સૌથી મજબૂત ટીમોમાં સામેલ છે. બેટિંગમાં તો હંમેશાથી ટીમ ઈન્ડિયાનો મજબૂત પક્ષ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમની ફાસ્ટ બોલિંગ એક ખાસ મુકામ હાસિલ કરી લીધો છે. આકંડા પ્રમાણે જોઈએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લો એક દાયકો કેવો રહ્યો છે. 

ભારતીય ટીમે આ દાયકામાં કુલ 107 ટેસ્ટ મેચ રમી અને તેમાંથી 59 મેચમાં જીત હાસિલ કરી અને 29 મેચમાં પરાજયનો સામનો રહ્યો છે. 22 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ભારતની જીતની એવરેજ 52.33 ટકા રહી છે. 

જીતની ટકાવારી પ્રમાણે ભારત બાદ નંબર ઓસ્ટ્રેલિયાનો આવે છે જેણે 112 ટેસ્ટ મેચોમાંથઈ 57 જીતી અને 38 હારી છે. 17 મુકાબલા ડ્રો રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 50.89 રહી છે. દક્ષિણ આફ્રિકાએ 90માંથી 45 મેચ જીતી અને 25 હારી છે. 20 મેચ ડ્રો રહી છે. એટલે કે તેની જીતની ટકાવારી 50ની રહી છે. 

10 વર્ષમાં ભારતે 106 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 68 મેચ જીતી, 36 હારી અને બે મેચનું પરિણામ આવ્યું નથી. ભારતની જીતની એવરેજ 64.15 રહી છે. 

જ્યાં સુધી વનડે ક્રિકેટની વાત છે કો ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અહીં પણ શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે આ દરમિયાન 249 મેચ રમી, 157 જીતી, 79માં હારનો સામનો કરવો પડ્યો છે. 6 મેચ ટાઈ રહી અને સાત મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. ભારતની જીતની એવરેજ 63.05ની રહી છે. ભારતે આ દરમિયાન સૌથી વધુ વનડે મેચ પણ રમી છે. 

વનડે આંતરરાષ્ટ્રીય રેકોર્ડની વાત કરીએ તો 10થી વધુ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ટીમોમાં પણ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટેસ્ટ પ્લેઇંગ દેશોમાં ભારત સૌથી આગળ છે. નામીબિયાએ 5માંથી ચાર મેચ જીતી અને યૂએસએએ 9માંથી 6. બાકી કોઈનો પણ રેકોર્ડ ભારતની આસપાસ નથી. સાઉથ આફ્રિકા બીજા નંબરે છે, જેણે 188માંથી 114 મેચ જીતી છે અને 68માં પરાજયનો સામનો કર્યો છે. 1 મેચ ટાઈ રહી જ્યારે પાંચ મેચોનું પરિણામ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયાએ 216માંથી 125 મેચ જીતી અને 79 મેચમાં પરાજયનો સામનો કર્યો છે. એક મેચ ટાઈ રહી અને 11 મેચોનું કોઈ પરિણામ આવ્યું નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news