નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ના ક્રિકેટથી રિટાયરમેન્ટ લેવાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવા યુગનો અંત થયો છે, જે વિકેટકીપરના સુવર્ણયુગ તરીકે ઓળખાતો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે શિકાર કરનાર ટોપ-4 વિકેટકીપરમાંથી દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર (Mark Boucher), ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (Adam Gilchrist) અને શ્રીલંકાના કુમાર સંગાકારા (Kumar Sangakara)ની નિવૃતિ લીધા બાદ એકલો ધોની બાકી હતો. જે અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની કુશળકા દેખાળી રહ્યો હતો. ભલે ધોની શિકાર કરવાના મામલે ગિલક્રિસ્ટ અને બ્રાઉચરથી પાછળ હોય, પરંતુ વિકેટકીપિંગની વાસ્તવિક સ્થિતિ એટલે કે સ્ટંપિંગ કરવાની રીતથી તે હમેશાં દુનિયાના બેસ્ટ વિકેટકીપર તેની ગણતરી થાય છે. સ્ટંપિંગમાં ધોનીએ બનાવેલા રેકોર્ડ હમેશાં આવનારી પેઢીઓ માટે એવો પડકાર રહેશે, જેને પાર કરવો મુશ્કેલ નહીં અશક્ય સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ક્રિકેટની રમતમાં ઝળહળતા 'ધોની યુગ'નો અંત, સૌરવ ગાંગુલીએ કહ્યું- બરાબરી કરવી ખુબ મુશ્કેલ


Dhoniના નામ પર છે સૌથી વધારે સ્ટંપિંગનો રેકોર્ડ
ક્રિકેટના ત્રણ ફોર્મેટ એટલે કે, ટેસ્ટ, વન ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં સંયુક્ત રીતે જોવામાં આવે તો વાઉચરે 467 મેચમાં 998 શિકાર, ગિલક્રિસ્ટે 369 મેચમાં 905 શિકાર, ધોનીએ 538 મેચમાં 839 શિકાર અન સંગાકારાએ 594 મેચમાં 678 શિકાર કર્યા હતા. પરંતુ વાત માત્ર સ્ટંપિંગની કરીએ તો ધોની આ ત્રણ વિકેટકીપરોથી ઘણો આગળ છે. ધોનીએ તેના 195 શિકાર સ્ટંપિંગ દ્વારા મેળવ્યા હતા. ત્યારબાદ સંગાકારા આ મામલે બીજા નંબર પર છે, જેના ખાતામાં 139 સ્ટંપિંગ નોંધાયેલ છે. બ્રાઉચર માત્ર 46 અને ગ્રિલક્રિસ્ટ 92 સ્ટંપિંગ જ તેમના કરિયરમાં કરી શક્યા હતા. જો કે, આ માટે ધોની અને સંગાકારાને વિકેટ પાછળના અન્ય બે વિકેટકીપર કરતા વધારે ભારતીય ઉપખંડની પીચ પર વળાંક લેતા સ્પિન બોલિંગ માટે જવાબદાર ઠેરવી શકાય છે, પરંતુ એવું પણ કહેવામાં આવે શકે છે કે, સ્પિન થતી પિચ પર બોલ પકડીને સ્ટંપિંગ કરવું દરેકની વાત નથી.


ધોનીના કેરિયર પર નાખો એક નજર, જાણો કયા ફોર્મેટમાં કેટલા રન બનાવ્યા


વન ડે ક્રિકેટમાં 100થી વધારે સ્ટંપિંગ
ધોનીના નામ પર સ્ટંપિંગથી જોડાયેલો અન્ય એક અનોખો રેકોર્ડ છે. તેણે વન ડે મેચમાં 123 બેટ્સમેનને પોતાની ચપળતાના કારણે સ્ટંપિંગ કરી પેવેલિયન મોકલ્યા હતા. આ કરનાર તે દુનિયાનો એકલો વિકેટકીપર છે. ધોની બાદ સૌથી વધારે સ્ટંપ સંગાકારાનું નામ આવે છે. જેણે તેના કેરિયરમાં વન ડે મેચ દરમિયાન 99 બેસ્ટમેનને સ્ટંપિંગ કર્યા હતા.


આ પણ વાંચો:- 16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ


સોથી ઝડપી સ્ટંપિંગનો પણ છે રેકોર્ડ
ધોનીના નામ પર દુનિયાનો સૌથી ઝડપી સ્ટંપિંગ કરવાનો રેકોર્ડ છે અથવા બીજા શબ્દોમાં કહેવામાં આવે કે, આંખના પલકારે બેટ્સમેનને ક્રિઝમાં વાપસી કરવાની તક મળતા પહેલા ચાર સૌથી ઝડપી સ્ટંપિંગના રેકોર્ડ ધોનીએ કરિયરમાં પોતાના નામ કર્યા હતા. જો કે, આઇસીસીએ ક્યારે પણ આવા રેકોર્ડને અધિકૃત માન્યતા આપી નથી. રંતુ નિષ્ણાતોના મતે ધોનીએ વર્ષ 2018માં જયપુરમાં રમાયેલી વન ડે મેચમાં વેસ્ટઇન્ડિઝના બેસ્ટમેન કીમો પોલને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના બોલ પર એક સેકન્ડથી પણ ઓછા સમયમાં સ્ટંપ આઉટ કર્યો હતો. ધોનીના આ સ્ટંપિંગનો સમય માત્ર 0.08 સેકન્ડ હતો, જે સૌથી ઝડપી સ્ટંપિંગનો વર્લ્ડ રેકોર્ડ માનવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર