16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

જાદૂઈ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.

Updated By: Aug 15, 2020, 10:18 PM IST
16 વર્ષ પહેલા શરૂ થઈ હતી ધોનીની સફર, પ્રથમ મેચમાં કરી હતી મોટી ભૂલ

નવી દિલ્હીઃ આઇસીસી (ICC)ની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવનાર દુનિયાના એકમાત્ર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની  (MS Dhoni) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે તમને જણાવી દઇએ કે 23 ડિસેમ્બર, 2004..... આ તે દિવસ છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેનું સૌથી મોટી કારણ છે ભારતના મહાન ખેલાડી એમએસ ધોની.

પૂર્વ ભારતીય કેપ્ટને 23 ડિસેમ્બર, 2004ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. આજથી 16 વર્ષ પહેલાં બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વનડે રમનાર મહેન્દ્ર સિંહ ધોની તે મુકામ પહોચ્યા છે, જ્યાં પહોંચવું દરેક ખેલાડીનું સપનું હોય છે. આ તે ધોની છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસીની ત્રણ ટ્રોફી (ટી20 વિશ્વકપસ વનડે વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી) પોતાના નામે કરી હતી. 

જાદૂઈ કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં મેચ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી ટોસ હારી ચુક્યો હતો અને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ કરવા આવેલા ગાંગુલી (0) અને સચિન તેંડુલકર (19) ઝડપથી આઉટ થઈ ગયા હતા. 

મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફમાં પત્ની સાક્ષી કરતાં વધુ મહત્વની આ બે છે વસ્તુ

દબાવમાં હતું ભારત
યુવરાજ સિંહ (21) પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ રાહુલ દ્રવિડ (53) અને મોહમ્મદ કેફ (80) વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. દ્રવિડ આઉટ થયા બાદ શ્રીધરન શ્રીરામ (3) પણ આઉટ થઈ ગયો હતો. ભારતનો સ્કોર 180 પર 5 વિકેટ હતો. હવે ધોનીનો વારો હતો. ધોની તે સમયે મોટું નામ ન હતો, પરંતુ ઈન્ડિયા-એ માટે કેન્યા અને ઝિમ્માબ્વે વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી હતી, જેથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી હતી. તેવામાં તેની પાસે ખાસ કરવાની આશા હતી.

ધોનીની સાથે-સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

આ રીતે થયો રનઆઉટ
મહેન્દ્ર સિંહ ધોની 41મી ઓવરમાં બેટિંગ કરવા ઉતર્યા હતા. તે રફીક દ્વારા ફેંકવામાં આવેલી ઓવરની 5મી બોલ પર એક રન લેવા માટે દોડ્યો હતો. બીજીતરફ કેફ ફીલ્ડરને બોલ પકડતો જોઈને અડધી પીચથી પરત ફર્યો હતો. આમ ધોની રનઆઉટ થયો હતો. આ મેચમાં ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. ભારતે 8 વિકેટ પર 245 રન બનાવ્યા અને જવાબમાં બાંગ્લાદેશની ટીમ 8 વિકેટ પર 234 રન બનાવી શકી હતી. 

'Captain Cool' ધોનીને રવિન્દ્ર જાડેજા સહિત આ 5 ખેલાડીઓ પર આવ્યો હતો ખુબ ગુસ્સો

પોતાની 5મી વનડેમાં કરી કમાલ
શૂન્ય પર આઉટ થવું બેટ્સમેન માટે નિરાશાજનક હોય છે. જે ખેલાડી પર્દાપણ કરી રહ્યો હોય તે વધુ નિરાશ થાય છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીનો જલવો ટૂંક સમયમાં વિશ્વનો જોવા મળ્યો હતો. વિશાખાપટ્ટનમના મેદાન પર 2004-2005મા પાકિસ્તાન વિરુદ્ધ ધોની પોતાના કરિયરની 5મી મેચ રમી રહ્યો હતો, તેને કેપ્ટન ગાંગુલીએ પ્રમોટ કરતા નંબર-3 પર બેટિંગ માટે મોકલ્યો હતો. આ મેચમાં ધોનીએ 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ બાદ મહેન્દ્ર ધોનીએ ક્રિકેટમાં પોતાનો નવો મુકામ બનાવી લીધો હતો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ બે વખત 148 રનની ઈનિંગ રમી છે. વિશાખાપટ્ટનમ બાદ ધોનીએ 2005-2006મા ફૈસલાબાદ, પાકિસ્તાનમાં પણ 148 રન બનાવ્યા હતા. 

આવું રહ્યું શાનદાર કરિયર
અત્યાર સુધી કરિયરની વાત કરીએ તો ધોનીએ 350 વનડે રમી છે અને 10 સદી તથા 73 અડધી સદીની મદદથી 10773 રન બનાવ્યા છે, જ્યારે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે.  

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube