મુંબઈ : સોનેરી વાળ, ભૂરી આંખો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ઈંગ્લેન્ડના ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડને જ્યારે જેમ્સ એન્ડરસને પહેલીવાર જોયો હતો ત્યારે તેને સુંદર મહિલા સમજી બેઠો હતો. ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પોતાના નવા પુસ્તક ‘બોલ, સ્લીપ, રીપિટ’માં આ ખુલાસો કર્યો છે. ઈંગ્લેન્ડ તરફથી 148 ટેસ્ટમાં 575 વિકેટ ઝડપી ચૂકેલો એન્ડરસને કહ્યું કે,’સોનેરી વાળ, ભૂરી આંખો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો સ્ટુઅર્ટ બ્રોડ જ્યારે પહેલીવાર ડ્રેસિંગમાં આવ્યો ત્યારે મે વિચાર્યું હતું કે હે ભગવાન, આ કેટલી સુંદર છે.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે મને વિશ્વાસ જ નથી થતો કે સાથે મળીને અમે 1000 વિકેટ લીધી છે. એન્ડરસનના પુસ્તકમાંથી કેટલાક અંશ બ્રિટિશ ટેબ્લોઈડ ‘ધ સન’માં પ્રકાશિત થયાં છે. એન્ડરસને પોતાના પુસ્તકમાં કોચ એન્ડી ફ્લાવરની હાજરીમાં થતી ટીમની બેઠકમાં ઓફ સ્પીનર ગ્રીમ સ્વાનની તોફાની પ્રવૃતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડમાં એ પણ સમાનતા છે કે એવા ખેલાડીઓમાં તેનો સમાવેશ થાય છે. જે સૂવાનું ખૂબ પસંદ કરે છે. એન્ડરસને કહ્યું કે દરેક ખેલાડી પ્રેક્ટિસ માટે જલદી જવા ઈચ્છે છે. જોકે, હું અને બ્રોડ અડધો કલાક વધુ સૂવાનું પસંદ કરીએ છીએ. અમે જ્યારે છેલ્લો સમય હોય ત્યારે જ પહોંચીએ છીએ.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...