નવી દિલ્હીઃ જો રૂટે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ-2019મા ન્યૂઝીલેન્ડ 25 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે તેણે હાલના વિશ્વકપમાં 500 રન પૂરા કરી લીધા છે. આ સાથે તે ક્રિકેટ વિશ્વ કપમાં 500 રનનો આંકડો પાર કરનારો ઈંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન બની ગયો છે. બીજીતરફ, તે 5મો બેટ્સમેન છે, જેણે વિશ્વ કપ-2019મા 500 કે તેથી વધુ રન બનાવ્યા છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્મા ટોપ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ ઈંગ્લિશ બેટ્સમેન
રૂટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લયમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ટ્રેન્ટ બોલ્ટના એક બોલ તેના બેટનો કિનારો લઈને વિકેટકીપર ટોમ લાથમના હાથમાં પહોંચી ગયો હતો. રૂટ ગજબ ફોર્મમાં છે અને ટૂર્નામેન્ટમાં તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ વિશ્વકપ પહેલા કોઈપણ અંગ્રેજ બેટ્સમેનના એક વિશ્વકપમાં 471 રન હતા, જે ગ્રેહામ ગૂચે બનાવ્યા હતા. 


વર્લ્ડ રેકોર્ડ 5 બેટ્સમેનોના 500 રન
રેકોર્ડ લિસ્ટ પર નજર કરવામાં આવે તો આવું પ્રથમવાર થયું છે જ્યારે કોઈપણ એક વિશ્વકપમાં 5 બેટ્સમેનોએ 500 કે તેથી વધુનો સ્કોર કર્યો છે. આ પહેલા 2007મા 3 અને 2015મા બે બેટ્સમેનોએ આ આંકડાને પાર કર્યો હતો, જ્યારે 1996, 2003 અને 2011મા એક0એક બેટ્સમેન આ કરિશ્માઇ સ્કોર સુધી પહોંચ્યા હતા. આવો જાણીએ ક્યા બેટ્સમેનોએ હાલની ટૂર્નામેન્ટમાં 500 કે તેથી વધુનો સ્કોર કર્યો છે... 



સ્લો બેટિંગ પર ધોનીને સચિનનું સમર્થન, કહ્યું- તે કર્યું, જેની ટીમને જરૂર હતી


રોહિત શર્મા (ભારત)- 544 રન
શાકિબ અલ હસન (બાંગ્લાગેશ)- 542 રન
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)- 516 રન
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- 504 રન
જો રૂટ (ઈંગ્લેન્ડ)- 500 રન


સચિનના નામે છે વર્લ્ડ રેકોર્ડ
કોઈપણ એક વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો તે સચિન તેંડુલકર છે. તેણે 2003 વિશ્વ કપમાં 11 મેચોમાં 673 રન બનાવ્યા હતા. તે આજે પણ રેકોર્ડ છે, પરંતુ હાલની ટૂર્નામેન્ટમાં આ રેકોર્ડ તૂટી શકે છે. રોહિત શર્મા સહિત ઘણા બેટ્સમેનોના નિશાન પર સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ છે. જોવાનું તે રહેશે કે ક્યો બેટ્સમેન આ રેકોર્ડને તોડી શકે છે.