સ્લો બેટિંગ પર ધોનીને સચિનનું સમર્થન, કહ્યું- તે કર્યું, જેની ટીમને જરૂર હતી

સચિને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ બાદ ધોનીનો બચાવ કરતા કહ્યું કે, તેણે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી. અનુભવી બેટ્સમેન ધોનીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 33 બોલમાં 35 રન બનાવ્યા હતા. 
 

સ્લો બેટિંગ પર ધોનીને સચિનનું સમર્થન, કહ્યું- તે કર્યું, જેની ટીમને જરૂર હતી

બર્મિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019મા ધીમી ઈનિંગને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાને આવી રહેલા ધોનીને હવે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનો સાથ મળ્યો છે. સચિને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ બાદ ધોનીનો બચાવ કરતા કહ્યું કે, તેણે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી. અનુભવી બેટ્સમેન ધોનીએ બાંગ્લાદેશ વિરુદ્ધ 33 બોલ પર 35 રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાને આવી ગયો હતો. 

સચિને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'મને લાગે છે કે તે એક મહત્વપૂર્ણ ઈનિંગ હતી અને તેણે (ધોનીએ) તે કર્યું જેની ટીમને જરૂર હતી. જો તે 50મી ઓવર સુધી ક્રીઝ પર ટકે છે તો ફરી બાકી બેટ્સમેનોની મદદ કરી શકે છે. તેની પાસે તે આશા હતી અને તેણે તેજ કર્યું.'

ધોનીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ 32 બોલ પર અણનમ 41 રન બનાવ્યા હતા. મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીનો બચાવ કરતા કહ્યું હતું કે તે આ રમતનો દિગ્ગજ છે અને તેને ઘણી સમજ છે. કોહલીએ કહ્યું કે, ધોનીએ ટીમને ઘણી મેચમાં વિજય અપાવ્યો છે. 

અફઘઆનિસ્તાન વિરુદ્ધ બેટિંગની થઈ હતી ટીકા 
અફઘાનિસ્તાન વિરુદ્ધ રમેલી 52 બોલમાં 28 રનની ઈનિંગની ખૂબ આલોચના થઈ હતી. તેની આ ઈનિંગથી ન માત્ર ફેન્સ પરંતુ સચિન તેંડુલકર પણ ઘણા નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઓવરોમાં મોટા શોટ્સ ન લગાવવાને કારણે ધોનીની ટીકા થઈ હતી. વિશ્વ કપમાં સતત સ્પિનરોની સાથે ધોની સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પણ મેચમાં ધઓની પોતાના સહજ અંદાજમાં જોવા ન મળ્યો. 

આ વિશ્વકપમાં ફીકો રહ્યો ધોનીનો જાદૂ
ભારત વિરુદ્ધ આફ્રિકાઃ 34 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાઃ 27 રન અને 1 કેચ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનઃ 1 રન અને 0 કેચ-સ્ટમ્પ
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનઃ 28 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝઃ 56 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 42* રન 0 કેચ/સ્ટમ્પ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news