સાઉથેમ્પટનઃ ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર  (Jos Buttler) પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવારે રમાનારી ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે નહીં. આ 29 વર્ષીય ખેલાડીએ બીજી ટી20મા અણનમ 77 રન બનાવીને પોતાની ટીમને છ વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડના જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી નિકળીને પોતાના પરિવારની પાસે ચાલ્યો ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સોમવારે જારી નિવેદનમાં કહ્યું, તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એઝિસ બાઉસમાં મંગળવારે રમાનારી અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે નહીં. 


ઈંગ્લેન્ડ ત્રણ મેચોની સિરીઝમાં હાલ 2-0થી આગળ છે. ટેસ્ટ ટીમના સભ્યના રૂપમાં બટલરે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે બે મહિના જૈવ સુરક્ષિત વાતાવપણમાં વિતાવ્યા હતા. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સીમિત ઓવરોની ટીમ સાથે જોડાયો હતો. 


IPL 2020, Team Preview: પેટ કમિન્સ આવવાથી મજબૂત બની ટીમ, આ વર્ષે ફાઇનલમાં પહોંચી શકે છે KKR 


નિવેદનમાં કહ્યું, બટલર શુક્રવારે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી પ્રથમ એકદિવસીય મેચ પૂર્વે ગુરૂવારે જૈવ સુરક્ષિત વાતાવરણમાં પરત આવી જશે પરંતુ તેની પહેલા તેનો ટેસ્ટ થશે. એઝિસ બાઉલમાં અંતિમ ટી20 બાદ બંન્ને ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ માટે માન્ચેસ્ટર જશે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર