નવી દિલ્હીઃ ફીફા વિશ્વકપ 2022ના ફાઇનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સના પરાજય બાદ સ્ટાર ખેલાડી કરીમ બેન્ઝેમાએ આંતરરાષ્ટ્રીય ફુટબોલને અલવિદા કહી દીધુ છે. બેન્ઝેમા ઈજાને કારણે ફીફા વિશ્વકપમાં ફ્રાન્સ તરફથી મેદાનમાં ઉતરી શક્યો નહીં. બેન્ઝેમાએ પોતાના 35મા જન્મદિવસના અવસરે આ વાતની જાહેરાત કરી છે. બેન્ઝેમાએ ફ્રાન્સ માટે કુલ 97 મેચ રમી જેમાં તેણે 37 ગોલ કર્યા જ્યારે તેના નામે 20 ગોલ અસિસ્ટ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્ઝેમાએ ટ્વીટ કરી પોતાના સંન્યાસની જાણકારી આપતા કહ્યું- 'હું આજે જ્યાં છું ત્યાં પહોંચવા માટે મેં પ્રયાસ કર્યા અને ભૂલ કરી. મને તેના પર ગર્વ છે. મેં મારી કહાની લખી છે અને કહાની ખતમ થઈ રહી છે.'


વિશ્વના સર્વોચ્ચ ખેલાડીના રૂપમાં બેલોન ડિયોર પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ બેન્ઝેમાનું વિશ્વકપ જીતવાનું સપનું પાછલા મહિને કત્તારમાં ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા તૂટી ગયું હતું કારણ કે ફ્રાન્સની ટીમની સાથે ટ્રેનિંગ દરમિયાન તેની જાંઘની માંસપેશીઓમાં ઈજા થઈ હતી. રીયલ મેડ્રિડનો આ સ્ટ્રાઇકર 2014ના વિશ્વકપમાં ફ્રાન્સનો સર્વોચ્ચ સ્કોરર હતો પરંતુ દેશના વિજયી 2017 વિશ્વકપ અભિયાનમાં ન રમી શક્યો કારણ કે તેણે ફ્રાન્સની ટીમના તત્કાલીન સાથી મેથ્યૂ વાલબુએનાની સાથે સેક્સ-ટેપ પ્રકરણમાં કથિત ભૂમિકા માટે રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકરણ બાદ બેન્ઝેમાની પ્રતિષ્ઠાને ખુબ નુકસાન પહોંચ્યું અને તેણે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. 


જીત બાદ મેદાનમાં દોડી આવેલી મેસ્સીની માતાએ એવું તો શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો


ઓલિવિયર ગિરોડે કત્તારમાં વિશ્વકપમાં બેન્ઝેમાના સ્થાન પર ફ્રાન્સ માટે શરૂઆત કરી અને ટૂર્નામેન્ટમાં ચાર ગોલ કર્યાં હતા. ફ્રાન્સે રવિવારે ફાઇનલમાં આર્જેન્ટીના વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube