મોહાલીઃ કેએલ રાહુલની આઈપીએલના ઈતિહાસની સૌથી ફાસ્ટ અર્ધસદી (16 બોલ 51 રન) અને કરૂણ નાયરના 33 બોલમાં 50 રનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે મોહાલીમાં રમાયેલી મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સને 6 વિકેટે હરાવીને જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. રાહુલે માત્ર 14 બોલમાં તેની અર્ધસદી પુરી કરી હતી. આ આઈપીએલના ઈતિહાસની સૌથી ઝડપી અર્ધસદી હતી. તેણે 16 બોલમાં 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

167 રનનો ટાર્ગેટ હાંસિલ કરવા ઉતરેલી પંજાબનીટ ટીમ તરફથી મયંક અગ્રવાલ અને રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. તે બંન્નેએ માત્ર 3.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 58 રન જોડ્યા હતા. મયંક 7 રને આઉટ થયો હતો. ત્યારબાદ યુવરાજ 12 અને કરૂણ નાયર 50 રન બનાવી આઉટ થયા હતા. અંતમાં મિલરના અણનમ 24 અને સ્ટોઇનિસના અણનમ 22 રનની મદદથી પંજાબે જીત મેળવી હતી. 


આ પહેલા દિલ્હીએ 20 ઓવરમાં  7 વિકેટ ગુમાવીને 166 રન ફટકાર્યા છે.  ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. દિલ્હી તરફથી ગૌતમ ગંભિર અને મુનરોએ ઈનિંગની શરૂઆત કરી હતી.  પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા અફઘાનિસ્તાનના 17 વર્ષિય સ્પિનર મુજીબ જારદાને મેચની ત્રીજી અને પોતાની પ્રથમ ઓવરમાં કોલિન મુનરોને 4 રનના અંગત સ્કોરે એલબી આઉટ કરીને દિલ્હીને ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બેટિંગ આવેલ શ્રેયષ અય્યર પણ માત્ર 11 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો. એક તરફ ગૌતમ ગંભીર શાનદાર બેટિંગ કરતો હતો અને બીજી તરફ વિકેટનું પતન શરૂ હતું. 


ત્યારબાદ વિજય શંકર 12 રનના સ્કોરે આઉટ થતા દિલ્હીને ત્રીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ પંત અને ગંભીરે સાતે મળીને 34 રનની ભાગીદારી કરી હતી. પંતે 13 બોલમાં 4 ચોગ્ચા અને 1 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. બીજી તરફ ગંભીરે પોતાની અર્ધસદી પુરી કરી હતી. ગંભીર 42 બોલમાં 55 રન બનાવીરન આઉટ થયો હતો. રાહુલ તેવટિયાને અશ્વિને એલબી કરીને દિલ્હીને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. અંતમાં ક્રિસ મોરિસ 27 રન બનાવી અણનમ રહ્યો હતો. 


અફઘાનિસ્તાનના મુજીબ જારદાને પોતાના આઈપીએલ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને ચાર ઓવરમાં 23 રન આપીને 1 તથા અક્ષર પટેલને પણ એક સફળતા મળી હતી. 


કિંગ્સ ઈલેવનના પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને દિલ્હીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પંજાબની ટીમમાં ચાર વિદેશ ખેલાડી - માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ મિલર, મુજીબ જારદાન અને એંડ્રૂ ટાય. દિલ્હીની પ્લેઇંગ ઈલેવનમાં ચાર વિદેશી ખેલાડીમાં કોલિન મુનરો, ડેનિયલ ક્રિસ્ચિયન, ક્રિસ મોરિસ અને ટ્રેન્ટ બોલ્ટ છે. 



કિંગ્સ ઈલેવન ટીમઃ લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, યુવરાજ સિંહ, ડેવિડ મિલર, મોર્કસ સ્ટોઇનિશ, અક્ષર પટેલ, આર અશ્વિન, એન્ડ્રૂ ટાયે, મોહિત શર્મા, મુજીબ અર રહેમાન


દિલ્હી ડેયરડેવિલ્સઃ ગોતમ ગંભીર, કોલિન મુનરો, ઋૃષણ પંત, શ્રેયસ અય્યર, ક્રિસ મોરિક, વિજય શંકર, ડેનિયર ક્રિસ્ટિયન, રાહુત તેવટિયા, અમિત મિશ્રા, બોલ્ટ, મોહમ્મદ શમી.