નવી દિલ્હીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો 21મો મુકાબલો રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમ અબુધાબીના શેખ ઝાયદ મેદાન પર આમને-સામને હશે. ચેન્નઈની ટીમનો ઇરાદો સતત ત્રણ હાર બાદ મળેલી જીતની લયને જાળવી રાખવાનો હશે. કોલકત્તાની ટીમ ઈચ્છશે કે તે દિલ્હી સામેની હાર ભૂલીને વાપસી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના મુકાબલામાં બે વિકેટકીપર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક વચ્ચે ટક્કર જોવા મળશે. બંન્ને ટીમ આ ટૂર્નામેન્ટમાં ખાસ પ્રભાવ છોડી શકી નથી. પરંતુ આજના મુકાબલામાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારની સંભાવના ઓછી છે. 


કોલકત્તાની ટીમ માટે શુભમન ગિલ અને સુનીલ નરેન ઓપનિંગ કરતા જોવા મળશે. મિડલ ઓર્ડરમાં રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા અને દિનેશ કાર્તિક હશે. ઝડપથી રન બનાવવાની જવાબદારી આંદ્રે રસેલ અને ઇયોન મોર્ગન પર જશે. ફાસ્ટ બોલિંગમાં ટીમની પાસે કમલેશ નાગરકોટી, શિવમ માવી અને પેટ કમિન્સ હશે. સ્પિન વિભાગમાં વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ પાસે સારા પ્રદર્શનની આશા હશે. 


ચેન્નઈની વાત કરીએ તો શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસની ઈનિંગ ખુબ અનુભવી અને આક્રમક છે. મિડલ ઓર્ડરમાં ટીમની પાસે અંબાતી રાયડૂ, કેદાર જાધવ અને એમએસ ધોની છે. જાડેજા, સેમ કરન અને બ્રાવો આક્રમક બેટિંગ કરી શકે છે. ફાસ્ટ બોલિંગમાં શાર્દુલ ઠાકુર, દીચક ચાહર અને બ્રાવો હશે. તો સ્પિનની જવાબદારી પીયૂષ ચાવલા અને જાડેજા સંભાળશે. 


ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 17 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયાઃ રિપોર્ટ  


કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, ઇયોન મોર્ગન, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, આંદ્રે રસેલ. 


ચેન્નઈની સંભવિત ટીમ
શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, પીયૂષ ચાવલા, દીપક ચાહર. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર