ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 17 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયાઃ રિપોર્ટ

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે, જ્યાં તેણે વનડે, ટી20 અને ટેસ્ટ સિરીઝ રમવાની છે. 

 ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 17 ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયાઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ  India vs Australia Test Series:ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આ વર્ષે રમાનારી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ એડિલેડમાં ગુલાબી બોલથી થશે. બે મહિનાથી વધુ સમયના પ્રવાસની શરૂઆત સીમિત ઓવરોની સિરીઝથી થશે. બ્રિસબેનમાં ત્રણ વનડે મેચોની સિરીઝ બાદ એડિલેડમાં ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. 

ભારતની આ વિદેશમાં પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ હશે, જ્યારે તે બીજીવાર આ મેચ રમશે. આ ટેસ્ટ 17થી 21 ડિસેમ્બર સુધી રમાશે. બંન્ને ટીમો વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ (26-30 ડિસેમ્બર) મેલબોર્નમાં રમાશે. ત્યારબાદ સિડનીમાં (7-11 જાન્યુઆરી) અને બ્રિસબેન (15-19 જાન્યુઆરી) ટેસ્ટ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી 10 નવેમ્બરે આઈપીએલ પૂરી થયા બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)થી સીધા બ્રિસબેન માટે રવાના થશે. 

આ સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝ 25થી 30 નવેમ્બર અને ટી20 સિરીઝ ચારથી આઠ ડિસેમ્બર સુધી આયોજીત કરવાની યોજના બનાવી ચુક્યું છે. ભારતીય ખેલાડી પહેલા ટેસ્ટની શરૂઆત પહેલા ગુલાબી બોલથી એડિલેડમાં એક પ્રેક્ટિસ મેચ રમશે. આ સિવાય ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમના યાત્રા માર્ગને લઈને પણ સહમત થયા છે. 

CSK vs KKR: ધોનીની ટક્કર કાર્તિક સાથે,  KKRની સામે  CSKનો પડકાર

આ યાત્રા જાહેર નહીં હોય, કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં રાજ્ય સરકારો પાસે ટીમનોને નિયમોનુસાર લઈ જવાની રાહ જોઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા જે વિશિષ્ટ વસ્તુને શોધી રહ્યું છે, તેમાંથી એક ક્વીસલેન્ડ સરકારની મંજૂરી છે, જે બ્રિસબેનમાં આઈપીએલથી ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું આગમન અને ક્વોરેન્ટાઇનને મંજૂરી આપવાની છે. 

હાલના સમયમાં ક્વીસલેન્ડમાં કોઈપણ કોઈ રાજ્ય અને વિદેશથી આવી શકે છે, પરંતુ તેણે ફરજીયાત 14 દિવસ માટે એકાંતવાસમાં રહેવું પડશે. આ પ્રવાસ 25 નવેમ્બરથી શરૂ થશે, પરંતુ તે ત્યારે શક્ય છે જ્યારે ક્વીસલેન્ડ સરકાર મંજૂરી આપે. મહત્વનું છે કે પહેલા ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ટી20 વિશ્વ કપ રમાવાનો હતો, પરંતુ તેને કોરોનાને કારણે સ્થગિત કરી દેવામાં આવ્યો અને ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news