IPL 2022 KL Rahul: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં 19 એપ્રિલના લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો અને પહેલી જ ઓવરમાં બેંગ્લોરની બે વિકેટ ઝડપી પાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉની ટીમ જ્યારે બોલિંગ કરવા આવી અને મેચની શરૂઆત થવાની હતી. ત્યારે દુષ્મંત ચમીરાએ ટીમ માટે પહેલી બોલિંગ નાખી. બેટ્સમેન તૈયાર હતા, ફિલ્ડીંગ પણ સેટ થઈ ગઈ હતી અને એમ્પાયરે રમતની શરૂ કરવાનો ઇશારો કર્યો. પરંતુ અહીં એક ફેરફાર થયો.


બાળકના મોત બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુ:ખમાં લીધો આ મોટો નિર્ણય


કેપ્ટન કેએલ રાહુલે તેના બોલરને એન્ડ ચેન્જ કરવા કહ્યું. એટલે કે પહેલા પિચના જે સ્થાન પરથી બોલિંગ થવાની હતી, છેલ્લી ઘડીએ તે સ્થાન બદલી દેવામાં આવ્યું. તેનો ફાયદો એ થયો કે બોલિંગની શરૂઆત નાનીની જગ્યાએ મોટી બાઉન્ડ્રી તરફથી કરવામાં આવી.


Taarak Mehta શોમાં આ કલાકારો વચ્ચે રીયલ લાઈફમાં શું છે સંબંધ, કોઈ ભાઈ-બહેન તો કોઈએ કરી લીધા લગ્ન


તેની અસર માત્ર એક ઓવર પુરતી જ નહીં પરંતુ રણનીતિના હિસાબથી આગળની ઓવરમાં પણ જોવા મળી. કેમ કે, પીચ, મેદાનની લંબાઈ અનુસાર બોલર્સનો એન્ડ નક્કી કરવામાં આવે છે. કેએલ રાહુલે છેલ્લી ઘડીએ લેવામાં આવેલું આ પગલું સફળ સાબિત થયું અને લખનઉને પહેલી ઓવરમાં જ બે વિકેટ પણ મળી.


કર્મચારીઓ માટે સારા સમાચાર! આ 4 ભથ્થામાં થશે વધારો, પગારમાં થશે બમ્પર વધારો


તમને જણાવી દઈએ કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચમાં પહેલા બેંટિંગ કરી અને 181 નો સ્કોર બનાવ્યો. વિરાટ કોહલી લગભગ પાંચ વર્ષ બાદ ગોલ્ડન ડક પર આઉટ થયો. આ અગાઉ તે આઇપીએલ 2017 માં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આરસીબી તરફથી ફાફ ડુપ્લેસિસે 96 રનની ઇનિંગ રમી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube