IPL Auction 2020: આઇપીએલ હરાજી 2020, કયા ખેલાડી પર કેટલી લાગી બોલી? જાણો
IPL Auction: આઇપીએલ 2020 (IPL 2020) માટે આજની હરાજીમાં (IPL Auction) 332 ખેલાડીઓ પૈકી 73 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી છે. આ ખેલાડીઓમાં મેક્સવેલ (Glenn Maxwell) પર મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ જે રીતે આશા હતી એ રીતે મોંઘો ખેલાડી સાબિત થયા છે. દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે બોલી જામી હતી. અંતમાં કિંગ્સ ઇલેવન પંજાબ 10.75 કરોડ રૂપિયાની વધુ બોલી સાથે મેદાન મારી ગઇ છે. ઓસ્ટ્રેલિયાના પૈટ ક્રમિંસ અત્યાર સુધીના સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જેને કેકેઆરે 15.50 કરોડમાં ખરીદ્યો
IPL Auction: આઇપીએલ 2020 (IPL 2020) માટે આજની હરાજીમાં (IPL Auction) 332 ખેલાડીઓ પૈકી 73 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી છે. આ ખેલાડીઓમાં મેક્સવેલ (Glenn Maxwell) પર મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ જે રીતે આશા હતી એ રીતે મોંઘો ખેલાડી સાબિત થયા છે. દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે બોલી જામી હતી. અંતમાં કિંગ્સ ઇલેવન પંજાબ 10.75 કરોડ રૂપિયાની વધુ બોલી સાથે મેદાન મારી ગઇ છે. ઓસ્ટ્રેલિયાના પૈટ ક્રમિંસ અત્યાર સુધીના સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જેને કેકેઆરે 15.50 કરોડમાં ખરીદ્યો
Latest Updates
20 લાખની બેઇઝ પ્રાઇઝ ધરાવનાર રવિ વિશ્વોઇને પંજાબે 2 કરોડમાં ખરીદ્યો, એમ સિધ્ધાર્થને 20 લાખમાં કેકેઆરે ખરીદ્યો, ઇશાન પોરેલને પંજાબે 20 લાખમાં ખરીદ્યો, કાર્તિક ત્યાગીને રાજસ્થાને 1.30 કરોડમાં ખરીદ્યો, આકાશ સિંહને રાજસ્થાને બેઇઝ પ્રાઇઝ 20 લાખથી ખરીદ્યો
તામિલનાડુના સ્પિનર વરૂણ ચક્રવર્તીને કેકેઆરે 4 કરોડમાં ખરીદ્યો, ભારતીય બેટ્સમેન દીપક હુટ્ટાને 50 લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો, મુંબઇ માટે રમનાર ઉત્તર પ્રદેશના યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 4 કરોડમાં ખરીદ્યો, ભારતીય ક્રિકેટર અનુજ રાવતને રાજસ્થાન રોયલ્સે 80 લાખમાં ખરીદ્યો
ઉત્તર પ્રદેશના પ્રિયમ ગર્ગ પર મોટી બોલી, 1.90 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો, પ્રિયમ ગર્ગ અંડર-19 ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે. આ ટીમ જાન્યુઆરીમાં વિશ્વ કપ રમવા જવાની છે. ઝારખંડના વિરાટ સિંહને પણ 1.90 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. રાહુલ ત્રિપાઠીને કેકેઆરે 60 લાખમાં ખરીદયો છે.
ભારતના પીયૂષ ચાવલાને ચેન્નાઇ સુપરકિંગ્સે 6.75 કરોડમાં ખરીદ્યો, ચાવલા આ અગાઉ કોલકત્તાની ટીમમાં હતો.
વેસ્ટ ઇન્ડિઝના શેલ્ડન કોટ્રેલને કિંગ્સ ઇલેવન પંજાબે 8.5 કરોડમાં ખરીદ્યો, કોર્ટેલ એ ખેલાડી છે કે જે વિકેટ લીધા બાદ સેનાના પોતાના સાથીઓને સેલ્યૂટ કરે છે.
બ્રેક બાદ હરાજી ફરી શરૂ
ઓસ્ટ્રેલિયાનો એલેક્સ કેરી 2.4 કરોડમાં ખરીદાયો, દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો, ઓસ્ટ્રેલિયાના નાથન કુલ્ટર નાઇલને મુંબઇ ઇન્ડિયન્સે 8 કરોડમાં ખરીદ્યોગુજરાતના જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 3 કરોડમાં ખરીદ્યો, જયદેવને ગત સિઝનમાં રાજસ્થાને 11.5 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો પરંતુ ત્યારબાદ રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. જયદેવની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા હતી અને તેને 5 ગણી વધુ રકમ મળી છે. વધુ જાણો..
દક્ષિણ આફ્રિકાના ક્રિસ મોરિસને બેંગલુરૂની ટીમે ખરીદ્યો છે. RCB એ 10 કરોડમાં મોરિસને ખરીદ્યો છે. તે હવે વિરાટની ટીમમાંથી રમશે. ઇંગ્લેન્ડના સૈમ કરેમને ચેન્નાઇ સુપરકિંગ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૈટ ક્રમિંસ અત્યાર સુધીના સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જેને કેકેઆરે 15.50 કરોડમાં ખરીદ્યો. ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સને 1.50 કરોડમાં દિલ્હી કેપિટલે ખરીદ્યો.
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ જે રીતે આશા હતી એ રીતે સૌથી મોંઘો ખેલાડી સાબિત થયા છે. દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે બોલી જામી હતી. અંતમાં કિંગ્સ ઇલેવન પંજાબ 10.75 કરોડ રૂપિયાની વધુ બોલી સાથે મેદાન મારી ગઇ છે.
IPL Auction 2020: આઇપીએલ હરાજી 2020 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો
ગ્લેન મેક્સવેલને ખરીદવામાં કિંગ્સ પંજાબે મારી બાજી
ઇયાન મોર્ગન રૂપિયા 5.25 કરોડમાં વેચાયો, KKR એ બોલી લગાવી
IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી, કીવી બોલરો પર લાગશે મોટો દાવ
IPL Auction: મેક્સવેલ (Glenn Maxwell) પર સૌથી મોટી બોલી લાગી શકે એમ છે. તો સાથોસાથ ન્યૂઝીલેન્ડના બોલરો ઉપર પણ મોટો દાવ લાગી શકે એમ છે.
IPL Auction 2020: આઇપીએલ 2020 માટે આજે કોલકત્તા ખાતે ખેલાડીઓની હરાજી થશે, બપોરે 3.30 કલાકે હરાજી શરૂ થશે, 332 ખેલાડીઓ પૈકી 73 ખેલાડીઓ પર બોલી લાગશે.