Shreyas Iyer Century vs Karnataka: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરે વિજય હઝારે ટ્રોફીની પોતાની પ્રથમ જ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો. કર્ણાટક સામેની આ મેચમાં મુંબઈના સુકાની અય્યરે સિક્સરોનો વરસાદ કરીને માત્ર 51 બોલમાં સદી ફટકારી. અય્યરે 55 બોલમાં અણનમ 114 રન બનાવ્યા હતા. અય્યરની આ તોફાની ઇનિંગના કારણે મુંબઈએ 50 ઓવરમાં 382 રનનો વિશાળ સ્કોર બોર્ડ પર મૂક્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્સરોનો વરસાદ અને સદી
શ્રેય અય્યરે મેચમાં 55 બોલનો સામનો કર્યો અને વિસ્ફોટક અંદાજમાં 114 રન બનાવ્યા હતા. અય્યરના બેટથી 10 સિક્સર અને 5 ચોગ્ગા પણ જોવા મળ્યા. આ વિસ્ફોટક બેટ્સમેને માત્ર 51 બોલમાં સદી પુરી કરી લીધી હતી. તે દરમિયાન તેમની સિક્સરોની સંખ્યા 9 રહી હતી. મુંબઈના કેપ્ટને 207.27ની ઘાતક સ્ટ્રાઈક રેટથી પોતાની ઈનિંગને અંજામ આપ્યો.


અમદાવાદમાં રનનો પહાડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી ગ્રાઉન્ડમાં થયેલા મુકાબલામાં મુંબઈના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો. શરૂઆત સારી રહી નહોતી, જ્યારે 7 રનના સ્કોર પર મુંબઈના અંગકૃષ રઘુવંશી (6)ના રૂપમાં પહેલી વિકેટ પડી. જોકે, ઓપનર આયૂષ મ્હાત્રે (78) અને વિકેટકીપર બેટ્સમેન હાર્દિક તમોર (84 રન)ની વચ્ચે બીજી વિકેટ માટે 139 રનોની ભાગેદારી કરી. આયુષે 6 સિક્સર અને 2 ચોગ્ગા લગાવ્યા, જ્યારે હાર્દિકની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી. ચોથા નંબર પર આવેલા કેપ્ટન અય્યરે પ્રચંડ ફોર્મ દેખાડ્યું અને અંત સુધી અણનમ રહ્યો. ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ 36 બોલમાં 63 રનોની અણનમ વિસ્ફોટક ઈનિંગ રમી. તેમણે 5 સિક્સર અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા.


શાનદાર ફોર્મમાં અય્યર
આ વર્ષ શ્રેયસ અય્યર માટે સૌથી યાદગાર રહ્યું છે. પોતાની કેપ્ટનશિપમાં અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને (KKR) ચેમ્પિયન બનાવ્યું. તાજેતરમાં અય્યરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેમની ટીમે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું. અય્યરનું યોગદાન માત્ર નેતૃત્વ પૂરતું મર્યાદિત નહોતું. તેણે SMATમાં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું અને 345 રન બનાવ્યા. અગાઉની રણજી ટ્રોફીમાં પણ અય્યરનું બેટ ચાલ્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં 452 રન બનાવ્યા હતા.