કોલંબોઃ પૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેએ તે કહેતા વિશ્વ કપ અભિયાન માટે શ્રીલંકન ટીમ સાથે જોડાવાની ના પાડી દીધો કે દેશમાં ક્રિકેટની જે આજે સ્થિતિ છે, તેની કારણે આ રમતથી તેમનો મોહભંગ થઈ ગયો છે. ક્રિકઇંફો વેબસાઇટે જયવર્ધનેના હવાલાથી લખ્યું, 'મને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ મારી પાસે બીજા ઘણા અન્ય કામ છે.' મારી પાસેથી જે ભૂમિકાની આશા કરવામાં આવી હતી, હું તેને સમજી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'હવે મને તેમાં સામેલ કરવાનો કોઈ મતલબ નથી.' ટીમ પસંદ કરી લેવામાં આવી છે અને બધુ થઈ ગયું છે. હવે મારા માટે તેમાં કોઈ જગ્યા નથી. 


પૂર્વ કેપ્ટને કહ્યું, 'ટીમ મેનેજમેન્ટની સાથે પોતાના નાના યોગદાનથી હું હજુ પણ ખુશ છું, પરંતુ સીએલસી (શ્રીલંકા ક્રિકેટ બોર્ડ)ની સાથે કામ કરીશ નહીં.' કેટલિક વસ્તુ છે, જેને મેં ખુદને જણાવી છે. હું તેમાંથી નથી, જે કોઈ માટે કામ કરવાનું શરૂ કરી દું, ખાસ કરીને ત્યારે જ્યારે મને ખ્યાલ છે કે મારા માટે તે યોગ્ય જગ્યા નથી. 


WC પ્રેક્ટિસ મેચમાં ભારત વિરુદ્ધ જીતથી અમારૂ મનોબળ વધશેઃ બોલ્ટ

41 વર્ષના જયવર્ધનેએ આ પહેલા શ્રીલંકાના ડોમેસ્ટિક ક્રિકેટમાં સુધારને લઈને પોતાની યોજના રજૂ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આ સિવાય તેમણે સતત કેપ્ટન બદલવાને લઈને પણ પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું કે, આ બદા રજનીતિના શિકાર થયા છે.