નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગત સિઝનમાં બે વર્ષ બાદ વાપસી કરી હતી. ટીમ પર મેચ ફિક્સિંગના આરોપોને કારણે બે વર્ષના પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમે વાપસી કરતા ત્રીજીવાર આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું. ચેન્નઈએ પ્રતિબંધથી વાપસી સુધીની સફરને લઈને એક ડોક્યૂમેન્ટ્રી 'રોર ઓફ ધ લાયન' બનાવી છે. આ 45 સેકન્ડના ટ્રેલરમાં ટીમના કેપ્ટન ધોનીએ કહ્યું- તેના માટે સૌથી મોટો ગુનો હત્યા નહીં, પરંતુ મેચ ફિક્સિંગ કરવો હશે. 


વાપસી કરવી ભાવુક ક્ષણ હતીઃ ધોની
ટ્રેલરમાં ધોનીએ કહ્યું, ટીમ મેચ ફિક્સિંગમાં સામેલ હતી, મારા પર પણ આરોપ લાગ્યા હતા. આ અમારા બધા માટે મુશ્કેલ સમય હતો. વાપસી કરવી ભાવુક ક્ષણ હતી અને મેં હંમેશા કહ્યું છે કે, જે વસ્તુથી તમારુ મોત થતું નથી તે તમને મજબૂત બનાવે છે. ડોક્યૂમેન્ટ્રી 20 માર્ચે હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર