નવી દિલ્હી : 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતીય બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન (એઆઈબીએ)ની વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1ના સ્થાન ઉપર પહોંચી ગઈ છે. ભારતની આ ટોચની બોક્સરે ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મેરી કોમ 48 કિગ્રામાં દુનિયાની નંબર વન બોક્સર બની ગઈ છે પણ ઓલિમ્પિકમાં હાલ આ વર્ગનો સમાવેશ કરાયો નથી. આ સંજોગોમાં તેણે લંડન ઓલિમ્પિક્સની જેમ આ વખતે પણ 51 કિગ્રામાં ઉતરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરી કોમ વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી સફળ બોક્સર બની હતી. એઆઈબીએના અપડેટ થયેલા રેન્કિંગમાં 1700 પોઇન્ટ સાથે મેરીકોમ 48 કિગ્રા વર્ગમાં ટોચના સ્થાને છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ મેરીકોમ માટે ગત વર્ષ જેટલું શાનદાર રહ્યું હતું તો આ વર્ષ પડકારથી ભરેલું છે. આ વર્ષે મેરી કોમ માટે સૌથી મોટો પડકાર 2020 ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો છે.


INDvsAUS: હાર્દિક પંડ્યા કેએલ રાહુલ વિવાદ અંગે વિરાટ કોહલીએ કર્યો ઘટસ્ફોટક, કરી મોટી વાત


અન્ય ભારતીયોમાં પિંકી જાંગડા 51 કિલો કેટેગરીમાં આઠમા સ્થાને છે. એશિયાની સિલ્વર મેડલિસ્ટ મનીષા માઉન 54 કિલો કેટેગરીમાં આઠમા ક્રમે છે. વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી સોનિયા લાઠેર 57 કિલોની કેટેગરીમાં બીજા ક્રમે, બ્રોન્ઝ મેડલ વિનર સિમરનજીત કૌર (64 કિલો કેટેગરી) હાલમાં જ રાષ્ટ્રીય ચેમ્પિયન બની. સિમરનજીત કૌર આ કેટેગરીમાં ચોથા સ્થાને છે. જ્યારે પૂર્વ વિશ્વ ચેમ્પિયન એલ સરિતા દેવી 16મા સ્થાને છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...