લખનઉઃ ભારતીય વનડે આંતરરાષ્ટ્રીય કેપ્ટન મિતાલી રાજ (Mithali raj) એ રવિવારે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. તે વનડેમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલીએ આ મુકામ સાઉથ આફ્રિકા વિરુદ્ધ જારી વનડે આંતરરાષ્ટ્રીય દરમિયાન હાસિલ કર્યો છે. લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઇ રહેલી સિરીઝમાં હાલ આફ્રિકા 2-1થી આગળ ચાલી રહ્યું છે. આ મિતાલીના કરિયરનો 213મો મુકાબલો હતો. મિતાલીએ 26મો રન બનાવતા આ મુકામ હાસિલ કર્યો હતો. 


38 વર્ષીય આ ખેલાડી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે રમનાર ખેલાડી પણ છે. આ સાથે સિરીઝની ત્રીજી મેચમાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. તે આમ કરનારી ભારતની પ્રથમ અને વિશ્વની બીજી મહિલા ક્રિકેટર બની હતી. 


આ પણ વાંચોઃ શોએબ અખ્તરના નામે થયું આ સ્ટેડિયમ, કહ્યું- સન્માનને વ્યક્ત કરવા શબ્દો નથી


ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટનચાર્લેટ એડવર્ડસ 10 હજાર આંતરરાષ્ટ્રી રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર હતી. તેના નામે બધા ફોર્મેટમાં મળીને 10273 રન હતા.


રાજ વનડે આંતરરાષ્ટ્રીયમાં 6000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર હતી. તેણે પોતાની પ્રથમ મેચ 1999માં રમી હતી.


પદાર્પણ: 1999 (114 * બનાવ્યા)
1000: 2003 માં (19 મી ખેલાડી)
2000: 2006 માં (8 મી)
3000: 2008 માં (5 મી)
4000: 2011 માં (5 મી)
5000: 2015 માં (બીજી)
6000: 2017 (પ્રથમ અને એકમાત્ર)
7000: 2021 (પ્રથમ અને એકમાત્ર)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube