નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત (UAE)મા ઈન્ડિયાનો તહેવાર એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની સીઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. IPL 2020નું ટાઇટલ જીતવા માટે બધી ટીમો તૈયારીઓ કરી રહી છે. આઈપીએલની 8 ટીમો એક ટ્રોફી અને 10 કરોડ રૂપિયાની ઇનામી રકમ માટે એકબીજા સામે ટકરાવા માટે તૈયાર છે, પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલની આ સીઝનમાં 15 એવા ખેલાડી છે, જે 10-10 કરોડ રૂપિયાથી વધુ પગાર લેવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આઈપીએલ 2020 માટે રિટેન કરવામાં આવેલા અને હરાજીમાં મોટી બોલી હાસિલ કરનારા ખેલાડીઓને ભેગા કરવામાં આવે તો એવા 15 ખેલાડીઓ આ વખતે આઈપીએલમાં ઉતરવાના છે, જે 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમ આ સીઝનમાં હાસિલ કરવાના છે. આ લિસ્ટ 15 ખેલાડીઓનું નહીં પરંતુ 16 ખેલાડીઓનું હતું, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સનો બેટ્સમેન સુરેશ રૈના પણ સામેલ હતો. 11 કરોડ રૂપિયામાં રિટેન કરાયેલા રૈનાએ આ સીઝનમાં ન રમવાનો નિર્ણય લીધો છે. 


આઈપીએલ 2020મા સૌથી વધુ સેલેરી મેળવનાર 15 ખેલાડીઓમાં 7 ખેલાડી ભારતના છે, જ્યારે 8 ખેલાડી અન્ય દેશોના છે. ટોપ-15મા ભારત બાદ બીજા નંબર પર ઓસ્ટ્રેલિયન ટીમનું નામ છે, જેના 4 ખેલાડીઓને 10-10 કરોડ રૂપિયાથી વધુ રકમ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન માટે મળવાની છે. આ લિસ્ટમાં બે ખેલાડીઓ સાઉથ આફ્રિકાના છે, જ્યારે એક-એક વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડનો સામેલ છે. 


Anushka Sharma શેર કરી 'બેબી બંપ'ની તસવીરો, વિરાટે કહી દિલને સ્પર્શી જાય એવી વાત


ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલને આઈપીએલ 2020 માટે 10-10 કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે, જ્યારે આફ્રિકાના એબી ડિવિલિયર્સ અને ક્રિસ મોરિસને આ સીઝનમાં 10-10 કરોડથી વધુનો પગાર મળવાનો છે. તો વેસ્ટ ઈન્ડિઝના સુનીલ નરેનને પણ કેકેઆરે 10 કરોડ કરતા વધુમાં રિટેન કર્યો છે. આ સિવાય બેન સ્ટોક્સ પણ આઈપીએલમાં મોટી રકમ મેળવવાનો છે. 


ભારતીય ટીમની વાત કરીએ તો આઈપીએલ 2020 માટે સૌથી વધુ પગાર મેળવનારના લિસ્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, એમએસ ધોની, રિષભ પંત, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને મનીષ પાંડેનું નામ સામેલ છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને સૌથી વધુ પગાર (17 કરોડ) 2020ની સીઝન માટે મળશે, જ્યારે આ લિસ્ટમાં બીજા નંબર પર કાંગારૂ ફાસ્ટ બોલર પેટ કમિન્સનું નામ સામેલ છે, જ્યારે કેકેઆરે તેને 15.50 કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલ 2020મા સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં તમે જોઈ શકો છો કે કોણ ક્યા સ્થાને છે. 


IPL 2020: કોહલીને સૌથી વધુ તો શ્રેયસ અય્યરને કેપ્ટન તરીકે મળે છે સૌથી ઓછો પગાર  


આઈપીએલ 2020 ના 15 સૌથી મોંઘા ખેલાડીઓ


1. વિરાટ કોહલી (આરસીબી) - 17 કરોડ


2. પેટ કમિન્સ (કેકેઆર) - રૂ .15.50 કરોડ


3. રોહિત શર્મા (મુંબઈ) - 15 કરોડ


4. એમએસ ધોની (સીએસકે) - 15 કરોડ


5. રિષભ પંત (દિલ્હી) - 15 કરોડ


6. સુનિલ નરેન (કેકેઆર) - 12.50 કરોડ


7. બેન સ્ટોક્સ (આરઆર) - 12.50 કરોડ


8. સ્ટીવ સ્મિથ (રાજસ્થાન) - 12.50 કરોડ


9. ડેવિડ વોર્નર (એસઆરએચ) - 12.50 કરોડ


10. એબી ડી વિલિયર્સ (આરસીબી) - 11 કરોડ


11. હાર્દિક પંડ્યા (મુંબઈ) - 11 કરોડ


12. કેએલ રાહુલ (પંજાબ) - 11 કરોડ


13. મનીષ પાંડે (એસઆરએચ) - 11 કરોડ


14. ગ્લેન મેક્સવેલ (પંજાબ) - 10.75 કરોડ


15. ક્રિસ મોરિસ (આરસીબી) - 10 કરોડ


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર