દુબઈઃ ન્યૂઝીલેન્ડમાં રમાયેલા મહિલા વિશ્વકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રને પરાજય આપી રેકોર્ડ સાતમી વખત ટ્રોફી પર કબજો કર્યો હતો. રવિવારે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 71 રને કારમો પરાજય આપ્યો હતો. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 357 રનના ટોર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 285 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તરફથી ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ 11 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી તરફથી પસંદ કરવામાં આવેલી ટીમમાં કોઈ ભારતીય ખેલાડીને જગ્યા મળી નથી. ભારતીય ટીમ આ વિશ્વકપમાં 3 જીત અને ચાર હાર સાથે પાંચમાં સ્થાને રહી હતી. આ ટીમમાં 4 ઓસ્ટ્રેલિયન, 3 દક્ષિણ આફ્રિકી, 2 ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝના એક-એક ખેલાડીની પસંદ કરવામાં આવી છે. આ ટીમ મહિલા વિશ્વકપમાં સામેલ કોમેન્ટ્રેટર, પત્રકાર અને આઈસીસી પેનલના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવી છે. 


IPL વચ્ચે મોટા સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃતિ; સૌ કોઈ થયા નિરાશ


તો પાંચમાં, છઠ્ઠા અને સાતમાં નંબર પર નેટ સિવર, બેથ મૂની અને હેલી મેથ્યૂસને ઓલરાઉન્ડર તરીકે જગ્યા મળી છે. બોલિંગમાં આફ્રિકાની મારિઝાન કપ, શબનમ ઇસ્માઇલની સાથે ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને બાંગ્લાદેશની સલમા ખાતૂનને જગ્યા મળી છે. બાંગ્લાદેશના બોલરોએ ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યુ હતું. જેમાં સલમા ખાતૂનની મુખ્ય ભૂમિકા રહી હતી. તો સોફી એક્લેસ્ટોન (21 વિકેટ) સૌથી વધુ વિકેટ હાસિલ કરી હતી. 


આઈસીસી દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમઃ લોરા વોલવાર્ટ, એલિસા હીલી, મેગ લેનિંગ (કેપ્ટન), રેચેલ હેન્સ, નતાલી સિવર, બેથ મૂની, હેલી મેથ્યૂસ, મારિઝાન કપ, સોફી એક્લેસ્ટોન, શબનિમ ઇસ્માયલ, સલમા ખાતુન. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube