નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL- 2019)માં ચેન્નઈ સુપર કિંગ્સનું ભાગ્ય ઘણું સારૂ રહ્યું છે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલમાં સીએસકે અત્યાર સુધી 13 મેચોમાં 9 જીતની સાથે 18 પોઈન્ટ હાસિલ કરીને ટોપ પર છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શનના દમ પર સીએસકેના ખેલાડીઓએ ફેસ્સનું દિલ જીતી લીધું છે. આ સાથે સીએસકેના ખેલાડીઓની દોસ્તી પણ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નેટ પર બેટ્સમેન સુરેશ રૈનાને ટિપ્સ આપતા જોવા મળ્યો હતા. સીએસકેએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં ધોની પોતાના ટીમમેટ સુરેશ રૈનાને બેટિંગના પાઠ ભણાવી રહ્યો છે. 


તેંડુલકરે આ યુવતીઓ પાસે કરાવી દાઢી, રજૂ કર્યું અનોખુ ઉદાહરણ 


મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચેન્નઈની જીતમાં સુરેશ રૈનાની મહત્વની ભૂમિકા રહી છે. પરંછુ છેલ્લા થોડા સમયથી રૈના બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યો છે. છતાં તેના ફેન્સ હજુ પણ રૈના પર વિશ્વાસ રાખે છે. સુરેશ રૈનાને ફેન્સ 'ચિન્ના થાલા' કહે છે. તે પ્રથમ એવો ખેલાડી છે, જેને આઈપીએલમાં 5000 રન પૂરા કર્યા હતા. તે તમામ આઈપીએલ સિઝનમાં 300થી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. 


RCBvSRH: અંતિમ  મેચ પહેલા વિરાટ-ડિવિલિયર્સનો ભાવુક મેસેજ વાયરલ 


સીએસકેએ અભ્યાસ સત્રનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની પોતાના સાથે રૈનાની સાથે કંઇક ટિપ્સ શેર કરી રહ્યો છે. તેમાં ધોની રૈનાને લોફ્ટેડ શોટ રમવાની ના પાડી રહ્યો છે. આ વીડિયોમાં તે પણ આ વીડિયોમાં તે પણ દેખાડવામાં આવ્યું છે કે રૈના ધોનીના બેટથી રમી રહ્યો છે અને પરફેક્ટ શોટ લગાવી રહ્યો છે. 



મહત્વનું છે કે પ્લેઓફમાં પહેલા જગ્યા મેળવી ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સુરેશ રૈનાએ ગત મેચમાં અડધી સદી ફટકારી હતી. ફેન્સ તે આશા રાખી રહ્યાં છે કે ચેન્નઈ આ વખતે આઈપીએલ ટાઇટલ જીતશે. રૈનાએ આ સિઝનમાં અત્યાર સુધી 306 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં તે સંઘર્ષ કરતો જોવા મળ્યો, પરંતુ બાદમાં ફોર્મ પરત મેળવી લીધું હતું.