RCBvSRH: અંતિમ મેચ પહેલા વિરાટ-ડિવિલિયર્સનો ભાવુક મેસેજ વાયરલ

આ વીડિયોમાં એબીડી અને વિરાટ બંન્ને મળીને ફેન્સનો સમર્થન આપવા માટે આભાર માન્યો અને પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકવા માટે ચાહકોની માફી પણ માગી હતી. 

RCBvSRH: અંતિમ  મેચ પહેલા વિરાટ-ડિવિલિયર્સનો ભાવુક મેસેજ વાયરલ

બેંગલોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમની સફર કોઈ ખરાબ સપનાથી ઓછી નથી. પ્લેઓફની દોડમાંથી બહાર થનારી પ્રથમ ટીમ આરસીબી બની હતી. ખરાબ પ્રદર્શન છતાં ફેન્સ સતત ટીમને સપોર્ટ કરતા રહ્યાં છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ સિઝનમાં પોતાની અંતિમ મેચ રમશે, મેચ તેના હોમ  ગ્રાઉન્ડમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સએ એક ઇમોશનલ મેસેજ ફેન્સની સાથે શેર કર્યો છે. 

A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) on

આ વીડિયોને રોયલ ચેલેન્જર્સ બેંલલોરના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એબીડી અને વિરાટ બંન્ને મળીને ફેન્સનો સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને આ સાથે પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકવાને કારણે માફી માગી હતી. એમ ચિન્નાસ્વામી પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ વરસાદને  કારણે રદ્દ થયો હતો, પરંતુ વરસાદ છતાં ટીમને ફેન્સનું જોરદાર સમર્થન મળ્યું હતું. એબીડીએ આ મેચનો પોતાના કરિયરમાં સૌથી યાદગાર મેચોમાંથી એક ગણાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news