નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આઈસીસી વર્લ્ડ કપ બાદથી ભલે ક્રિકેટથી દૂર જોવા જોવા મળી રહ્યો છે. પરંતુ તેઓ હાલમાં જ પોતાના શહેર રાંચીમાં બિલિયર્ડ્સ રમતા જોવા મળ્યો હતો. અને હવે ધોની ફરીથી એકવાર ક્રિકેટ સિવાય અન્ય રમત રમતા જોવા મળ્યો. પરંતુ આ વખતે ધોનીએ પોતાની બાળપણની પ્રિય રમત ફૂટબોલની પસંદગી કરી. ધોનીએ મુંબઈમાં એક ચેરિટી ફૂટબોલ મેચ રમી. ધોનીની સાથે તે મેચમાં ટેનિસ સ્ટાર લેન્ડર પેસ પણ રમતા જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીને રમતોમાં મેનેજ કરનારી કંપની રિથિ સ્પોર્ટ્સે પોતાના ફેસબુક પર ધોનીની ફૂટબોલ રમતી એક તસવીર શેર કરી. ધોની અને પેસ ઉપરાંત અન્ય કેટલાક ક્રિકેટર્સ પણ આ મેચમાં જોવા મળ્યાં હતાં. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે કેપ્ટન કૂલ: એમએસ ધોની ભારતીય ટેનિસ ખેલાડી લેન્ડર પેસ સાથે મુંબઈની ચેરિટી ફૂટબોલ મેચમાં. 



ડિસેમ્બરમાં ક્રિકેટ રમતા જોવા મળશે
ધોની હવે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બરમાં રમતા જોવા મળશે. ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ છે. અહીં તેઓ ત્રણ ટી20  અને 3 વનડે મેચ રમશે. આ પ્રવાસ 6 ડિસેમ્બરથી શરૂ થશે. ગત મહિને થયેલા એક સર્વે મુજબ ધોની ભારતમાં પીએમ મોદી બાદ સૌથી વધુ પ્રશંસનીય વ્યક્તિ છે.