મુકેશ ચૌધરીએ સાબિત કર્યું અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, જાણો કેવી રીતે નેટ બોલરમાંથી બની ગયો CSKનો સ્ટાર બોલર?
આઈપીએલની સિઝનમાં પહેલી પાંચ મેચમાં મુકેશ ચૌધરીન નામે 5 વિકેટ રહી હતી. જોકે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 19 રન આપીને 3 વિકેટ ઝડપી. ચૌધરીએ રોહિત શર્મા,ઈશાન કિશન અને ડેવાલ્ડ બ્રેવિસને પેવેલિયનનો રસ્તો બતાવીને મુંબઈની કમર તોડી નાંખી. જોકે આવું પ્રદર્શન કંઈક એક-બે દિવસમાં આવ્યું નથી. તેના માટે ટીમનો વિશ્વાસ પણ જવાબદાર છે.
નવી દિલ્હી : કહેવત છે કે મહેનત કરને વાલો કી કભી હાર નહીં હોતી. આ કહેવતને સાર્થક કરી બતાવી છે ચેન્નઈ સુપર કિંગ્સના બોલર મુકેશ ચૌધરીએ. આઈપીએલ 2022 પહેલાં મુકેશ ચૌધરીને કોઈ ઓળખતું પણ ન હતું. પરંતુ કોઈ વ્યક્તિનો સિતારો ક્યારે ચમકી જાય તેનું બીજું નામ બની ગયો છે મુકેશ ચૌધરી. તેણે હાલમાં જ રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ સામે ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ લીધી હતી. તે મેચમાં તેણે અનેક કેચ પણ છોડ્યા હતા. ત્યારે લાગી રહ્યું હતું કે તેનામાં આત્મવિશ્વાસની ઉણપ છે. તેના પછી ચૌધરીએ પંજાબ કિંગ્સ સામે વિના વિકેટે 52 રન આપી દીધા. પરંતુ સરેરાશ પ્રદર્શન છતાં ટીમે તેના પર વિશ્વાસ જાળવી રાખ્યો. જેના પછી ચૌધરીનો સમય આવ્યો ત્યારે તેણે પાછળ વળીને જોયું નહીં. ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ સામેની મેચમાં તેણે ત્રણ શરૂઆતના ઝટકા આપી અને ટીમને વેરવિખેર કરી નાંખી.
મોડું થયું પરંતુ શાનદાર પ્રદર્શન બતાવ્યું:
આઈપીએલની સિઝનમાં પહેલી પાંચ મેચમાં મુકેશ ચૌધરીન નામે 5 વિકેટ રહી હતી. જોકે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 19 રન આપીને 3 વિકેટ ઝડપી. ચૌધરીએ રોહિત શર્મા,ઈશાન કિશન અને ડેવાલ્ડ બ્રેવિસને પેવેલિયનનો રસ્તો બતાવીને મુંબઈની કમર તોડી નાંખી. જોકે આવું પ્રદર્શન કંઈક એક-બે દિવસમાં આવ્યું નથી. તેના માટે ટીમનો વિશ્વાસ પણ જવાબદાર છે. જેનું પરિણામ એ છે કે મુકેશ ચૌધરી આજે ચેન્નઈનો સ્ટાર બોલર બની ગયો છે.
રાજસ્થાનના નાનકડામાં ગામમાંથી આવે છે મુકેશ:
મુકેશ ચૌધરીએ આઈપીએલમાં જમાવટ કરી દીધી છે. જોકે ક્રિકેટમાં આવતાં પહેલાં તેણે બાસ્કેટબોલ, વોલીબોલ, હોકી જેવી રમતમાં પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ ક્રિકેટ હંમેશા તેના માટે ફેવરિટ ગેમ બની રહી. અભ્યાસમાં નબળા હોવાના કારણે મુકેશ ચૌધરીએ પોતાના પરિવારમાં પોતાના ક્રિકેટના શોખ વિશે કોઈને કશું પણ કહ્યું ન હતું. જોકે આજે જ્યારે તે સ્ટાર બની ગયો છે ત્યારે આખું ગામ અને પરિવાર ગર્વ અનુભવી રહ્યું છે.
માતા-પિતાને પોતાના શોખની કોઈ ખબર ન હતી:
રાજસ્થાનના ભીલવાડાના પરદોદાસ ગામમાં મુકેશ ચૌધરીનો જન્મ થયો હતો. તેણે પોતાનું બાળપણ બહુ મુશ્કેલીમાં પસાર કર્યુ. જોકે સમયની સાથે સાથે મુકેશ યુવામાંથી હવે કિશોર બની ગયો. જોકે તેણે હજુ સુધી પોતાના ઘરમાં કે માતા-પિતાને પોતાના શોખ વિશે કોઈ માહિતી આપી ન હતી. જોકે જ્યારે પેપરમાં નામ આવ્યું ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે બરાબર છે. પરંતુ ભણવાનું ચાલુ રાખજે. કેમ કે ક્રિકેટ તો ઘણા બધા લોકો રમે છે. બે વર્ષ પછી મુકેશ ચૌધરીએ રણજી ટ્રોફીમાં પોતાની રમતનું પ્રદર્શન કર્યું. પરંતુ હજુ મંજિલ તો ઘણી દૂર હતી.
ધોનીની પડી નજર અને મુકેશ બની ગયો બોલર:
મુકેશ ચૌધરી આ આઈપીએલમાં પહેલી સિઝન છે. પરંતુ ગઈ સિઝનમાં તે ચેન્નઈ સુપર કિંગ્સનો જ ભાગ હતો. ત્યારા તે મેદાનમાં નહીં પરંતુ નેટ બોલર તરીકે બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવતો હતો. બોલને બંને બાજુ તરફથી સ્વિંગ કરાવવાના કરામત ધરાવતા મુકેશને ધોનીએ નવા બોલ અને ડેથ ઓવર્સ બંને સ્થિતિ માટે તૈયાર કર્યો છે. ઈશાન કિશનને જે રીતે મુકેશ ચૌધરીએ યોર્કરથી બોલ્ડ કર્યો તે આ જ મહેનતનું પરિણામ છે.
સાવ સસ્તી કિંમતમાં વેચાયો મુકેશ ચૌધરી:
આઈપીએલ મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સના ડાબા હાથના બોલરને 20 લાખ રૂપિયાની બેસ પ્રાઈસમાં જોડ્યો હતો. જોકે તેને સ્વપ્ને પણ ખબર ન હતી કે આઈપીએલમાં રમવાની તક મળશે. પરંતુ સ્ટાર બોલર દિપક ચાહર ઈજાગ્રસ્ત થતાં મુકેશ ચૌધરીને લોટરી લાગી. હાલમાં તે ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર બોલર બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube