નવી દિલ્હી: 1-0થી ભારતે આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની મોટી જીત-
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ પર કબજો કરવા માટે સોમવારે માત્ર 4 વિકેટની જરૂર હતી, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધી. ભારતે કીવી ટીમને 372 રને હરાવ્યું. રનના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમની આ સૌથી મોટી જીત છે.


રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીત-
372 રન વિ ન્યુઝીલેન્ડ (2021)
337 રન વિ દક્ષિણ આફ્રિકા (2015)
321 રન વિ ન્યુઝીલેન્ડ (2016)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 320 રન (2008)