નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલ 2020માં પોતાની યાત્રાનો અંત જીત સાથે કર્યો છે, પરંતુ સંપૂર્ણ સીઝનમાં આ ટીમનું પ્રદર્શન સરેરાશ ગ્રેડનું રહ્યું છે. 13 વર્ષના ઈતિહાસમાં ચેન્નાઈની ટીમે 11 વખત આઇપીએલમાં ભાગીદારી કરી છે, જેમાં આ ટીમ 8 વખત ફાઇનલ સુધી પહોંચી છે, અને 10 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આ વખતે પ્રથમ વખત થઈ રહ્યું છે કે, ચેન્નાઈ આ ટૂર્નામેન્ટ રમ્યા બાદ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- IPL 2020 DC vs RCB: આઈપીએલનો સૌથી રોમાંચક મુકાબલો, જે જીતશે તે પ્લેઓફમાં


સીએસકેના આ પ્રદર્શનને લઇને જ્યાં એક બાજુ ટીકા થઇ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહક યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની પ્રશંસા કરી રહ્યાં છે, લોકોનું કહેવું છે કે, જો ગાયકવાડને પહેલા પ્લેઈંગ XIમાં સામેલ કરવામાં આવતો તો કદાચ આ નોબત આવતી નહીં. ગાયકવાડે વર્તમાન આઇપીએલમાં 6 મેચ રમી છે અને 51ની સરેરાશથી 204 રન બનાવ્યા છે. જેમાં 3 અર્ધસદી સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 120.71 રહ્યો છે.


આ પણ વાંચો:- KKRvsRR: જીત સાથે કોલકત્તા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને, રાજસ્થાન રોયલ્સ બહાર


સેહવાગે પણ ઋતુરાજ ગાયકવાડની પ્રશંસા કરી છે, તેણે ટ્વિટર પર લખ્યું, ઋતુરાજ ગાયકવાડે પોતાનો ક્લાસ દેખાડ્યો છે. તેણે ઘણા અનુભવી બેટ્સમેનને શીખવાડ્યું કે, છેલ્લે સુધી રહી પોતાના કામને અંજામ આપવો. આ ના માત્ર ચેન્નાઈ પરંતુ આઇપીએલ માટે સારો સંકેત છે.


આઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ


ગાયકવાડે શાનદાર પ્રદર્શન બાદ ચેન્નાઈના ફેન્સ મુરલી વિજયને ટીમથી બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. ઘણા લોકોનું માનવું છે કે, આ મુરલી માટે છેલ્લી આઇપીએલ સીઝન હતી. ઉલ્લેખનીય છે કે, મુરલીએ 3 મેચમાં માત્ર 32 રન બનાવ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પપર આ બેટ્સમેનને ખુબજ ટ્રોલ કરવામાં આવ્યો છે. આવો જોઇએ કેટલાક ફની મીમ્સ...


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube