નવી દિલ્હીઃ એકદિવસીય આંતરરાષ્ટ્રીયનો દરજ્જો મેળવનાર સૌથી નવી ટીમ નેપાળ પોતાનો પ્રથમ વનડે મેચ 1 ઓગસ્ટે એમ્સટેલવીનમાં નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. આ સાથે નેપાળ વનડેમાં ડેબ્યૂ કરનારી વિશ્વની 27મી ટીમ બની જશે. આ વર્ષે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાને પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. જ્યારે ઉપમહાદ્વીપની ટીમ નેપાળને હાલમાં આઈસીસીએ વનડેનો દરજ્જો આપ્યો હતો. નેપાળનો પ્રથમ મેચ તે નેધરલેન્ડ ટીમ સાથે છે જેણે પોતાની પ્રથમ વનડે મેચ 1996ના વર્લ્ડકપમાં રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળની ટીમમાં પારસ ખડકાના રૂપમાં શાનદાર બેટ્સમેન છે. તે ટીમનો કેપ્ટન પણ છે. લેગ સ્પિનગર સંદીર લામિચાને આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારો પ્રથમ નેપાળી ખેલાડી બન્યો હતો. દિલ્હી ડેયરડેવિલ્સે તેને ખરીદ્યો હતો. 


સંદીપ આઈપીએલની હરાજીમાં સામેલ એકમાત્ર નેપાળી ખેલાડી હતી. આ 17 વર્ષીય ક્રિકેટરને તેના આધાર મૂલ્ય 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. સંદીપે 2016ના અન્ડર-16 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનાથી નેપાળ આઠમાં સ્થાન પર રહેવામાં સફળ થયું હતું. સંદીપે 6 મેચોમાં 17ની એવરેજ અને 4.67ની ઈકોનોમી રેટથી 14 વિકેટ ઝડપી હતી અને તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરોમાં બીજા નંબરે હતો.