નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એનગિડી ઈજાને કારણે ભારત વિરુદ્ધ 5 જૂને રમાનારા વિશ્વકપ મુકાબલામાં રમશે નહીં. દક્ષિણ આફ્રિકાએ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી દીધી છે. 23 વર્ષીય એનગિડી બાંગ્લાદેશ વિરુદ્ધ રવિવારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેદાન પર ઉતર્યો હતો, પરંતુ હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે માત્ર 4 ઓવર બોલિંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં લુંગી એનગિડી (ચાર ઓવરમાં વિના વિકેટે 34 રન) હેમસ્ટ્રિંગની સારવાર કરતો દેખાયો અને ત્યારબાદ મેદાનથી દૂર રહ્યો હતો. ટીમના ડોક્ટર મોહમ્મદ મૂસાજીએ કહ્યું કે, લુંગીની ઈજાને સોમવારે સ્કેન કરવામાં આવશે, પરંતુ હાલમાં જે સ્થિતિ છે તેના પ્રમાણે ઓછામાં ઓછા સાત કે 10 દિવસ સુધી મેદાન પર ઉતરી શકશે નહીં. 


મૂસાજીએ કહ્યું, સાવચેતીના ભાગરૂપે અમે તેને બોલિંગ કરવાની મંજૂરી ન આપી. સોમવારે તેનો સ્કેન કરવામાં આવશે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે તે આગામી 7 થી 10 દિવસ મેદાન પર ઉતરી શકશે નહીં. 



આફ્રિકાની ટીમને આ મોટો ઝટકો લાગ્યો છે. તે વિશ્વકપમાં પોતાના બંન્ને શરૂઆતી મેચ હારી ચુકી છે. પ્રથમ મેચમાં યજમાને તેને પરાજય આપ્યો હતો. તો રવિવારે બાંગ્લાદેશે તેને હરાવ્યું હતું. 


એનગિડી ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર રહ્યો હતો. જેની જગ્યાએ ડેલ સ્ટેનને ટીમમાં સ્થાન મળી શકે છે, તે ફિટ થઈ જશે. સ્ટેને નેટમાં કેટલિક ઓવર બોલિંગ કરી, પરંતુ ભારત વિરુદ્ધ રમવાની તસ્વીર સ્પષ્ટ નથી. સ્ટેન ન રમવા પર ક્રિસ મોરિસને તક મળી શકે છે. તો સીનિયર બેટ્સમેન હાશિમ અમલાને હવે સારૂ છે, જેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં જોફ્રા આર્ચરનો બોલ હેલમેટ પર લાગ્યો હતો.