India vs Australia, WTC Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final-2023) ની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. આ મેચમાં ત્રીજા દિવસે પણ રમત ચાલુ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા, ત્યારબાદ ત્રીજા દિવસે લંચ બાદ ભારત 10 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 બોલે ઘણું નુકસાન કર્યું. આ 2 બોલ નો બોલ જાહેર થયા ના હોત તો ભારત ઓલઆઉટ પહેલાં જ થઈ ગયું હતું. આ બંને ખેલાડીઓએ ભારતની બાજી સંભાળી લીધી હતી અને ભારતની ડૂબતી નૈયાને બચાલી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ગરીબોનો મસિહા, રૂપિયા હોય તો ક્યાં વપરાય એ Nitin Jani પાસેથી શીખો
રાવણની પુત્રી રામસેતૂ વખતે બની હતી વિઘ્ન, જોતાં જ હનુમાનજી સાથે થયો હતો પ્રેમ; અને..
જૂનમાં આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે શનિદેવના આર્શિવાદ, ખુલશે કિસ્મતના દ્વાર
આજથી 14 દિવસ સુધી આ રાશિઓને પડી જશે મૌજ, આ કામમાં મળશે કિસ્મતનો સાથ


લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહેલા પેટ કમિન્સે પોતાની ટીમને નુક્સાન કરાવ્યું છે. તેણે એક નહીં પણ 2-2 નો બોલ એવી રીતે ફેંક્યા કે તેને વિકેટ મળી, પરંતુ રિવ્યુમાં વાસ્તવિકતા સામે આવતા જ બધા ચોંકી ગયા. જ્યાં ભારતીય કેમ્પમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ નિરાશ થયા હતા. કમિન્સ પાસે ઘણો અનુભવ છે અને તે ટાઇટલ મેચમાં આવી ભૂલ કરી રહ્યો છે, જેની અપેક્ષા નહોતી. જો આમ થશે તો સ્વાભાવિક છે કે ઓસ્ટ્રેલિયા માટે મેચમાં ટકી રહેવું મુશ્કેલ બની જશે.


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ઓછા ખર્ચામાં પ્લાન કરો 11 નાઈટ અને 12 દિવસની ગુજરાત ટુર, આ રહ્યું A To Z પ્લાનિંગ
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું


આ 2 બોલે ખરાબ કામ કર્યું
પેસર પેટ કમિન્સે પહેલા અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો પરંતુ રિવ્યુમાં તેને નો બોલ જાહેર થયો હતો. આ પછી, મેચના ત્રીજા દિવસે ઇનિંગ્સની 60મી ઓવરમાં આ બન્યું. કમિન્સે ચોથા બોલ પર શાર્દુલ ઠાકુરને એલબીડબ્લ્યુ આઉટ કર્યો, પરંતુ રિવ્યુ લેતાં કમિન્સનો પગ લાઇનની બહાર હતો. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુરને જીવનદાન મળ્યું. આ પહેલા બીજા દિવસે ભારતીય ઇનિંગ્સની 22મી ઓવરમાં રહાણેને જીવન મળ્યું, જ્યારે કમિન્સે નો-બોલ ફેંક્યો. જો આ બંને બોલ માન્ય હોત તો ઓસ્ટ્રેલિયાને 2 વિકેટ મળી શકી હોત. આવી સ્થિતિમાં તેમની જીતની આશા પણ વધી જશે.


ઓસ્ટ્રેલિયાનો દાવ 469 રન પર સમેટાયો હતો
આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા, જેમાં ટ્રેવિસ હેડ (163) અને અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ (121)ની સદીનું મહત્વનું યોગદાન હતું. હેડે 174 બોલમાં 25 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સ્મિથે 268 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 121 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 4 જ્યારે મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.


થાઇલેન્ડનું જતા હોય અને 5 જગ્યાઓ ના જોઇ તો નકામો પડશે ફેરો, પુરૂષોને થશે ખાસ પસ્તાવો
Richest Temple જેની તિજોરીઓ રૂપિયા અને દાગીનાઓથી છલકાય છે, આ મંદિર છે સૌથી ધનવાન
Honeymoon માટે ગુજરાતની પડોશમાં જ આવેલા શાનદાર પ્લેસ, રોમેન્ટીક બની જશે એ રાતો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube