મેલબોર્નઃ સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાલ જોકોવિચ (Novak Djokovic)એ ઓસ્ટ્રેલિયન ઓપન પુરૂષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. ફાઇનલમાં ચોથી સીડ જોકોવિચે ત્રીજી સીડ ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસ (Stefanos Tsitsipas) ને સીધા સેટમાં હરાવ્યો છે. 2 કલાક 56 મિનિટ ચાલેલી મેચ  જોકોવિચે 6-3, 7-6, 7-5 થી પોતાના નામે કરી છે. આ જીતની સાથે જોકોવિચ એટીપી રેન્કિંગમાં દુનિયાનો નંબર 1 પુરૂષ ખેલાડી પણ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ 22મું ગ્રાન્ડ સ્લેમ
નોવાક જોકોવિચનું આ 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તેણે પુરૂષ સિંગલ્સમાં સૌથી વધુ ટાઇટલ જીતવાના મામલામાં રાફેલ નડાલની બરોબરી કરી લીધી છે. સ્પેનના રાફેલ નડાલે 22 ટાઇટલ જીત્યા છે. તો સ્વિત્ઝર્લેન્ડના મહાન રોજર ફેડરનના નામે 20 ગ્રાન્ડ સ્લેમ છે. 2008માં જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. 


આ પણ વાંચોઃ Photos: હોટનેસ જોઈને રોકાઈ જશે નજર, શારપોવાને ટક્કર મારે તેવી છે સબાલેંકા


10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન
35 વર્ષના જોકોવિચનું આ 10મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે. તેણે બે વખત ફ્રેન્ચ ઓપન, 7 વખત વિમ્બલ્ડન અને ત્રણ વખત યુએસ ઓપન જીત્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેને ક્યારેય સેમીફાઇનલ કે ફાઇનલમાં હાર મળી નથી. પાછલા વર્ષે વેક્સીન વિવાદને કારણે જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન રમી શક્યો નહોતો. આ પહેલા 2019, 2020 અને 2021માં તેણે સતત ત્રણ ટાઇટલ જીત્યા હતા. 


આ પણ વાંચોઃ રણજી ટ્રોફીમાં અજિંક્ય રહાણેએ ધૂમ મચાવી, બોલરોની ધોલાઈ કરતાં બનાવી દીધા અધધ 634 રન


સિતસિપાસે જોવી પડશે રાહ
24 વર્ષના સિતસિપાસ હજુ પણ પોતાના પહેલા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની રાહ જોઈ રહ્યો છે. આ પહેલા તે 2021માં ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં પહોંચ્યો હતો. ત્યાં પણ તેને જોકોવિચ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સિતસિપાસે પહેલા બે સેટ જીત્યા હતા, પરંતુ જોકોવિચે વાપસી કરી સતત ત્રણ સેટ જીતી ટ્રોફી પોતાના નામે કરી હતી. બંને ખેલાડી 13મી વખત આમને સામના હતા અને જોકોવિચે 11મી જીત હાસિલ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube