Aryna Sabalenka Hot Photos: હોટનેસ જોઈને રોકાઈ જશે નજર, શારપોવાને ટક્કર મારે તેવી છે સબાલેંકા

એરિના સબાલેંકાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2023નું મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યો છે. તે પોતાની રમતની સાથે સુંદરતા માટે પણ ચર્ચામાં રહે છે. 
 

Aryna Sabalenka Hot Photos: હોટનેસ જોઈને રોકાઈ જશે નજર, શારપોવાને ટક્કર મારે તેવી છે સબાલેંકા

મેલબોર્નઃ બેલારુસની મહિલા ટેનિસ પ્લેયર અરિના સબાલેન્કા ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની છે. મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર સબલેન્કાએ એલેના રાયબાકીનાને 4-6, 6-3, 6-4થી હરાવી. ગલ્સમાં આ તેનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. ટેનિસમાં કમાલ કરવાની સાથે સબલેન્કા સોશિયલ મીડિયા પર પણ પ્રખ્યાત છે.

ફરવાની છે શોખીન
અરિના સબાલેન્કાને ફરવાનો ખૂબ શોખ છે. જ્યારે પણ રજા પર હોય છે ત્યારે તે ફરવા નીકળી જાય છે. તેમનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ આવા જ ફોટાઝથી ભરેલું છે. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યા પછી તેની તસવીરો ખૂબ વાયરલ થઈ છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
સબલેન્કા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે સતત ફોટો અને રીલ્સ શેર કરે છે. જેમાં મેચની સાથે સાથે અંગત ફોટોઝ પણ છે.

Scenery? ✅
Champagne? ✅
Fashion? ✅✅✅✅ pic.twitter.com/xrNs0KoxsX

— The Tennis Letter (@TheTennisLetter) January 29, 2023

4 લાખથી વધુ ફોલોઅર્સ
સબલેન્કાના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા ફોટોશૂટની તસવીરો પણ શેર કરે છે. સબલેન્કા બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે.

રમવા લાગી ટેનિસ
બેલારુસના મિન્સ્કમાં જન્મેલા સબાલેન્કાના પિતા હોકી ખેલાડી છે. તેમણે સંજોગથી ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેમણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક દિવસ તે તેના પિતા સાથે કારમાં ક્યાંક જઈ રહી હતી અને રસ્તામાં ટેનિસ કોર્ટ જોયો. પિતા તેને કોર્ટમાં લઈ ગયા અને તેને રમવાનું ગમ્યું. અહીંથી તેની જર્ની શરૂ થઈ.

કરિયરમાં જીતી ચુકી છે 12 ખિતાબ
સબલેન્કાએ તેની કારકિર્દીમાં 18 ટાઇટલ જીત્યા છે. 12 સિંગલ્સ અને 6 ડબલ્સ છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ તેનું પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ છે.

— We Are Tennis (@WeAreTennis) January 28, 2023

2017માં પ્રથમ વખત આવી ચર્ચામાં
સબલેન્કા 2017માં પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. બિલી જીન કિંગ કપની ફાઈનલમાં બેલારુસની ટીમનું નેતૃત્વ. ત્યારથી, તેણીને WTA ટૂરમાં પણ સફળતા મળવા લાગી.

— FirstSportz Tennis (@FS_Tennis1) January 29, 2023

દુનિયામાં બીજા નંબરની ખેલાડી
અરિના સબલેન્કા હાલમાં વુમેન્સ સિંગલ્સમાં વિશ્વની બીજા નંબરની ખેલાડી છે. આ સાથે તે ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news