વૈગનરના બાઉન્સરથી બાંગ્લાદેશ પસ્ત, ન્યૂઝીલેન્ડે જીતી સિરીઝ
બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે બીજી ક્રિકેટ ટેસ્ટમાં બાંગ્લાદેશને ઈનિંગ અને 12 રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 2-0ની અજેઈ સરસાઈ મેળવી લીધી છે.
વેલિંગ્ટનઃ શોર્ટ પિચ બોલનો નિષ્ણાંત નીલ વૈગનરની શાનદાર બોલિંગથી ન્યૂઝીલેન્ડે 2 વરસાદને કારણે બે દિવસ બગડ્યા છતાં બાંગ્લાદેશને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મંગળવારે અહીં ઈનિંગ અને 12 રનથી પરાજય આપીને એક મેચ પહેલા જ ત્રણ મેચોની સિરીઝ પોતાના નામે કરી લીધી છે. વરસાદને કારણે પ્રથમ બે દિવસની રમત ધોવાઈ હતી પરંતુ તેમ છતાં પણ મેચ રમતના 5માં અને અંતિમ દિવસ પહેલા સત્રમાં સમાપ્ત થઈ ગયો હતો.
આ રીતે ન્યૂઝીલેન્ડે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તો પ્રથમવાર સતત 5 સિરીઝ જીતવામાં પણ સફળ રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ ઈનિંગ અને 52 રનથી પોતાના નામે કરી હતી. વૈગનર (45 રન આપીને 5 વિકેટ)ના બાઉન્સરનો બાંગ્લાદેશના બેટ્સમેન પાસે કોઈ જવાબ ન હતો અને તેની આખી ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
INDvsAUS: કેપ્ટન કોહલીના હોમગ્રાઉન્ડમાં શ્રેણી વિજયના ઈરાદા સાથે ઉતરશે ભારત
બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 211 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે મેન ઓફ ધ મેચ રોસ ટેલર (200)ની બેવડી સદીની મદદથી પોતાની ઈનિંગ 6 વિકેટ પર 432 રન બનાવીને ડિક્લેર કરી હતી. વૈગનરને ટ્રેન્ટ બોલ્ડનો સારો સાથ મળ્યો જેણે 52 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
બિશન સિંહ બેદીએ કહ્યું- ધોની ટીમનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી અસહજ
બાંગ્લાદેશે સવારે 3 વિકેટ પર 80 રનથી આગળ રમવાનું શરૂ કર્યું પરંતુ કેપ્ટન મહમુદુલ્લાહ અને મોહમ્મદ મિથુન (47)ને છોડીને તેના કોઈ અન્ય બેટ્સમેન વિશ્વાસની સાથે બેટિંગ ન કરી શક્યા. મહમુદ્દુલ્લાહે 69 બોલ પર 67 રન બનાવ્યા પરંતુ તેની ઈનિંગ હાર ન ટાળી શકી. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ શનિવારથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે.