મુંબઈઃ જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના મેચોની ટિકિટ ખરીદી લીધી છે તો ધ્યાન રાખજો કે તમે દર્શકો વચ્ચે રહીને એક હાથથી સિક્સ પર કેચ ઝડપી લીધો તો તમને એક લાખ રૂપિયાનો પુરસ્કાર મળશે. આઈપીએલની સિઝન-12નો પ્રારંભ 23 માર્ચથી થશે. પ્રથમ મેચ ચેન્નઈમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્લ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ આઈપીએલની આગામી સિઝન દરમિયાન  હૈરિયર ફેન કેચ સ્પર્ધાનો પ્રારંભ થવાની જાહેરાત કરી છે. આ સ્પર્ધા હેઠળ દરેક મેચમાં એક હાથથી કેચ ઝડપનારને એક લાખ રૂપિયા મળશે અને જે કેચ સૌથી સારો ગણવામાં આવશે તે ઝડપનાર દર્શકને ટાટાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (SUV) હૈરિયરને પોતાના ઘરે લઈ જવાની તક મળશે. 



ICCએ આઈપીએલને ગણાવી બેજોડ, કહ્યું- અમે  હસ્તક્ષેપ કરવા ઈચ્છતા નથી 
 


બીસીસીઆઈએ આઈપીએલમાં પોતાની સત્તાવાર પાર્ટનર ટાટા મોટર્સની ટાટા હૈરિયર એસયૂવીને આઈપીએલ-2019ની લીડ બ્રાન્ડ જાહેર કરી છે. બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, હૈરિયરને આઈપીએલ દરમિયાન હૈરિયર ફેન કેચ પુરસ્કારમાં પણ સામેલ કરવામાં આવી છે, જ્યાં એક હાથથી કેચ ઝડપનાર ફેનને એક લાખ રૂપિયાનું ઈનામ મળશે. 


આ સાથે સૌથી સારો ફેન કેચ ઝડપનાર એક ફેનને સિઝનના અંતમાં લક્ઝરી એસયૂવી હૈરિયર ઘરે લઈ જવાની તક મળશે. તો તૈયાર થઈ જાવ આઈપીએલના રોમાંચ માટે. બેટ્સમેન દ્વારા હિટ કરવામાં આવેલો બોલ બાઉન્ડ્રીને પાર કરીને તમારી સુધી આવી શકે છે અને તમે એક હાથે કેચ ઝડપી લીધો હતો તમને ઈનામ મળશે.