IND vs PAK Match: ક્રિકેટ ફેન્સને ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. આ મેચ આ મહિનાથી યુએઇમાં યોજાનારા એશિયા કપમાં રમાશે. એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે. તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના મેચ રાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંને ટીમો અગાઉ ટી20 વર્લ્ડ કપમાં આમને-સામને જોવા મળી હતી. ગત વર્ષ રમાયેલી આ મેચમાં પાકિસ્તાને 10 વિકેટથી જીત નોંધાવી હતી. તેના પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ ટીમ ઇન્ડિયાની એક ભૂલથી જીત્યા હતા. આ વખતે પણ ભારતની ભૂલથી પાકિસ્તાનની ટીમ જીતશે.


'તારક મહેતા'નો ટપ્પુ પડ્યો આ છોકરીના પ્રેમમાં, જાણો રાજ અનડકટ કોના પ્રેમમાં પાગલ


રણનીતિના હિસાબથી પાકિસ્તાનની ટીમ વધારે મજબૂત
રાશિદ લતીફે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું, હાર જીત કંઈપણ હોય, પરંતુ રણનીતિની વાત કરીએ તો પાકિસ્તાન મજબૂત જોવા મળી રહી છે. એક વર્ષમાં ટીમ ઇન્ડિયાએ 7 કેપ્ટન બદલ્યા છે. તેમણે ટીમ બનાવવામાં મુશ્કેલી પડશે. ખેલાડી જરૂર તેમની પાસે સારા છે, જો તેઓ બેસ્ટ 16 બનાવવા માટે સક્ષમ નથી તો પ્લેઇંગ 11 પંસદ કરવા તેમના માટે એક પડકાર બની રહેશે.


પૂર્વ પાકિસ્તાની કેપ્ટને વધુમાં કહ્યું, અગાઉ પાકિસ્તાન જીત્યું હતું. ત્યારે ભારતીય ટીમની ભૂલથી જીત્યું હતું. આ વખતે પણ ભારતની એક ભૂલથી પાકિસ્તાનની ટીમ જીતશે. તેમને જણાવી દઈએ કે બંને દેશ વચ્ચે રાજકીય બાબતોને કારણે 2012 પછી એકપણ ઇન્ટરનેશનલ ક્રિકેટની દ્વિપક્ષીય સીરિઝ રમાઈ નથી. ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન હંમેશા આઈસીસીની ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ સામ સામે જોવા મળી હતી.


જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!


એશિયા કપ બાદ ટી20 વર્લ્ડ કપમાં ટકરાશે
એશિયા કપ બાદ ભારત અને પાકિસ્તાન આ વર્ષે ટી20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે. તેમાં પણ બંને ટીમોની વચ્ચે એક મેચ રમાશે. આ મેચ દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 23 ઓક્ટોબરના યોજાશે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે, જેની ફાઈનલ મેચ 13 નવેમ્બરના યોજાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube