ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત ટોકિયો ઓલ્મિપિક માટે 100થી વધુ ખેલાડીઓની જાપાન મોકલી રહ્યું છે. ત્યારે, આ ભારતીય ખેલાડીઓ એવા કેટલાક ખેલાડીઓ છે. જે અગાઉ પણ ભારત માટે ઓલ્મિપિકમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. જ્યારે, કેટલાક એવા પણ છે પ્રથમ વખત ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. તો કેવા એટલા પણ એવા ખેલાડી છે જે 20 વર્ષથી અને તેનાથી નાની ઉંમરમાં જ ભારતનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વના સૌથી મોટા ઈવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. ભલે આ ખેલાડીઓ ઉંમરમાં નાના છે. પરંતું, તેમની પાછળ ભારતના અનેક અનુભવી ખેલાડીઓનું પીઠબળ છે. જે આ નાની ઉંમરના ખેલાડીઓને દેશ માટે મેડલની ખોજમાં સફળતા અપાવી શકે છે.


Ekta Kapoor ને કારણે ચમકી ગઈ આ 10 અભિનેત્રીઓની કિસ્મત, એક તો અત્યારે મોદી સરકારમાં મંત્રી છે!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ભારતના અનેક યુવા ખેલાડીઓ જે ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. તેમાના કેટલાક ખેલાડીઓ પોતાની રમતમાં હાલ તો વર્લ્ડ નંબર 1 છે. અથવા તો વર્લ્ડ નંબર 1 રહી ચુક્યા છે. બેડમિન્ટનથી લઈને શૂટિંગ સુધી અમે તમને આજે એવા 10 ખેલાડીઓ વિશે જણાવા જઈ રહ્યા છે. જે 20 વર્ષ અથવા તેનાથી પણ ઓછી ઉંમરના છે.


SHORT DRESS: રશ્મિ દેસાઈની અદાઓ અને સેક્સી ફોટો જોઈને...તમે પણ રહી જશો દંગ


સલીમા ટેટે (SALIMA TETE):
સલીમા ટેટે ભારતીય હોકી ટીમની મહત્વની પ્લેયર છે. 19 વર્ષીય સલીમા ટેટે પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમવાનો અને ટીમને લીડ કરવાનો બંને અનુભવ છે. સલીમા અન્ડર 18 વર્ષ 2018ના એશિયન કપમાં ભારતીય ટીમની વાઈસ કેપ્ટન રહી ચુકી છે. જે ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે, 2019માં જે યૂથ ઓલ્મિપિક યોજાયો હતો તેમાં સલીમા ટેટેની કેપ્ટનશીપમાં જૂનિયર મહિલા હોકી ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો.


સતવિકસૈરાજ રણકિરેડ્ડી (SATWIKSAIRAJ RANKIREDDY):
સતવિકસૈરાજ આંધ્ર પ્રદેશનો છે અને તે પુલેલા ગોપીચંદ એકેડમીનો વધુ એક ખેલાડી છે જે ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. 18 વર્ષની ઉંમરે મેલર્બન કોમનવેલ્થ ગેમ્સમાં સતવિકસૈરાજે એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. સતવિકસૈરાજ રણકિરેડ્ડી ટોકિયો ઓલ્મિપિકમાં ચિરાગ શેટ્ટી સાથે ટીમ અપ કરીને મેદાને ઉતરશે.


સૌરભ ચૌધરી (SAURABH CHAUDHARY):
સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્તલની રમતમાં જે ઈવેન્ટમા એન્ટ્રી લે છે. તે ઈવેન્ટમાં સૌરભ મેડલ લઈને જ આવે છે. સૌરભ હજુ માત્ર 19 વર્ષનો જ છે. પણ તેની પાસે મેડલની ખૂબ જ લાંબી લિસ્ટ છે. અને ટોકિયો ઓલ્મિપિકમાં પણ તે મેડલ પર નિશાનો લગાવશે તે મોટે ભાગે નક્કી જ છે.


મનુ ભાકર (MANU BHAKER):
મનુ ભાકર એક ભારતીય ઓલિમ્પિયન છે જે એરગન શૂટિંગ રમે છે. તેણે 2018 ISSF વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે સૌથી યુવા ભારતીય છે. ત્યારે, હવે નાની ઉંમરે તેને મળેલા આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવથી તે ટોકિયોમાં ભારતને 10 મીટર પિસ્તલ ગેમમાં ગોલ્ડ અપાવે તો નવાઈ નથી. જ્યારે, મનુ ભાકર 10 મીટર પિસ્તલ ગેમમાં સૌરભ ચૌધરી સાથે ટીમ બનાવીને મિક્સડ ડબ્લસમાં ઉતરશે.


દિવ્યાંશ પંવાર (DIVYANSH PANWAR):
18 વર્ષના દિવ્યાંશ જ્યારે ટોકિયો ઓલ્મિપિકમાં 10 મીટર રાઈફલ ઈવેન્ટમાં ઉતરશે. તે વર્લ્ડ નંબર 1 તરીકે ઉતરશે.


શ્રીહરિ નટરાજ (SRIHARI NATRAJ):
20 વર્ષીય શ્રીહરિ નટરાજ ભલે અત્યારસુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેડલ નથી જીત્યો છે. પણ તે દરેક રેસમાં ઈમ્પ્રુવમેન્ટ કરી રહ્યો છે. નટરાજની આ પ્રથમ ઓલ્મિપિકની સ્વિમિંગ ઈવેન્ટ છે. અને તેમાં સારું પ્રદર્શન તે ઈચ્છી રહ્યો છે.


અંશુ મલિક (ANSHU MALIK):
19 વર્ષીય અંશુ મલિક એક ફ્રિ સ્ટાઈલ રેસલર છે અને તેના પિતા અને કાકા પણ રેસલર રહી ચુક્યા છે. અંશુ 12 વર્ષની હતી ત્યારથી જ તે રેસલિંગ કરી રહી હતી. ત્યારે, આખકે 7 વર્ષની અથાગ મહેનત બાદ અંશુ ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.


સોનમ મલિક (SONAM MALIK):
19 વર્ષીય સોનમ મલિક એક ક્વોલિફિકેશમાં એક સરપ્રાઈઝ પ્લેયર છે. સોનીપતની આ મહિલા રેસલરે ઓલ્મિપિક મેડલિસ્ટ સાક્ષી મલિકને બે વખત 2020માં ધોબીપછાડ આપી હતી. સોનમ ભારત માટે પ્રથમ વખતે ઓલ્મિપિકમાં રેસલિંગમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.


એશ્વર્ય તોમર (AISHWARYA TOMAR):
એશ્વર્ય તોમર પોતાના પિતા સાથે એકવાર શિકાર પર ગયો હતો. ત્યારથી જ તેને શૂટિંગમાં રસ વધ્યો હતો. આ 20 વર્ષીય શૂટર ISSF વર્લ્ડ કપમાં મેડલ જીતી ચુક્યો છે. અને એશિયન ગેમ્સમાં પણ તે બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. જ્યારે, એશ્વર્યને એકલવ્ય એવોર્ડ પણ મળી ચુક્યો છે. એશ્વર્ય 10 મીટર અને 50 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.


શર્મિલા દેવી (SHARMILA DEVI):
2019માં જ્યારે શર્મિલા દેવી પ્રથમવાર સિનિયર મહિલા હોકી ટીમમાં રમી હતી ત્યારે તે 18 વર્ષની હતી. 20 વર્ષીય શર્મિલા દેવી પાસે બ્રિટેનની સિરીઝ અને ઓલ્મિપિક ક્વોલિફાઈંગ સિરીઝનો અનુભવ છે. તેની ઝડપ અને કુશલતા જોવા લાયક છે. ત્યારે, ભારતીય ટીમમાં ટોકિયો ઓલ્મિપિકમાં શર્મિલા દેવી ફોરવર્ડ તરીકે રમશે. 


Shah Rukh Khan થી લઈને Priyanka Chopra સુધીના આ સ્ટાર્સ જ્યારે ફિલ્મો નથી કરતા તે સમયે શું કરે છે? જાણો

મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

TOKYO OLYMPICS: ભારતને આ ખેલાડીઓ અપાવી શકે છે ગોલ્ડ મેડલ, જોઈ લો તમને કોના પર છે આશા?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube