કરાચીઃ ડોન બ્રેડમેન, રિકી પોન્ટિંગ, બ્રાયન લારા, વિરાટ કોહલી.. આ નામોમાં બે વાત કોમન છે. આ બધા દુનિયાના શાનદાર બેટર રહ્યા. સાથે સાથે પોત-પોતાના દેશના મહાન કેપ્ટન પણ. આ ક્લબને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ પણ કહી શકાય એટલે કે સર્વકાલિક મહાન કેપ્ટન બેટરોની ક્લબ. પરંતુ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ બધાને પાછળ છોડતા કમાલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબર આઝમે ઈતિહાસ રચી દીધો
ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પાકિસ્તાન બચાવવામાં સફળ રહ્યું. મેચના પાંચમાં અને અંતિમ દિવસે છેલ્લા સત્રમાં યજમાનો પર ભલે હારનો ખતરો હતો, પરંતુ દિલ તો બાબર આઝમે જીતી લીધુ છે. બાબરે 425 બોલમાં 196 રન બનાવ્યા છે. આ રીતે તે ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ બાબર પોતાની બેવડી સદીથી માત્ર ચાર રન દૂર રહ્યો હતો. બાકી તે ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો હોત. 


રોહિત શર્મા કરતાં પણ ખતરનાક છે આ 3 બેટ્સમેન, ઓપનિંગમાં તક મળી તો મચાવી દેશે ધમાલ


ફોલોઓન ન આપવું ઓસ્ટ્રેલિયાને પડ્યું ભારે
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની સામે 506 રનનો વિશ્વ રેકોર્ડ લક્ષ્ય રાખ્યો હતો. બાદમાં પાકિસ્તાનને આઉટ કરવા તેની પાસે છેલ્લા બે સેશનની 36 ઓવર હતી, જ્યારે તેને છ વિકેટની જરૂર હતી. પરંતુ ત્રણ મેચોની સિરીઝનો બીજો મુકાબલો પણ ડ્રો થઈ ગયો. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 21-2 હતો અને 150 ઓવર બાકી હતી, અહીંથી ત્રણ ખેલાડી ઓપનર અબ્દુલ્લાહ શફીક (96), કેપ્ટન બાબર આઝમ (196) અને મોહમ્મદ રિઝવાન (104 અણનમ) એ મેચ ડ્રો કરાવી લીધી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube