રોહિત શર્મા કરતાં પણ ખતરનાક છે આ 3 બેટ્સમેન, ઓપનિંગમાં તક મળી તો મચાવી દેશે ધમાલ
ટીમ ઇન્ડીયામાં સતત સ્પર્ધા વધતી જાય છે, જેથી જલદી જ રોહિત શર્માને કેએલ રાહુલથી પણ ખતરનકા ઓપનિંગ પાર્ટનર મળી શકે છે. કેએલ રાહુલ હંમેશાથી ફિટનેસ અને ફોર્મને લઇને ઝઝૂમત રહ્યા છે. એવામાં રોહિત શર્માને એવા ઓપનિંગ પાર્ટનરની શોધ છે, જે તેમના પણ ખતરનાક હોય. ટીમ ઇન્ડીયામાં 3 એવા ધાકડ ખેલાડી છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયામાં સતત સ્પર્ધા વધતી જાય છે, જેથી જલદી જ રોહિત શર્માને કેએલ રાહુલથી પણ ખતરનકા ઓપનિંગ પાર્ટનર મળી શકે છે. કેએલ રાહુલ હંમેશાથી ફિટનેસ અને ફોર્મને લઇને ઝઝૂમત રહ્યા છે. એવામાં રોહિત શર્માને એવા ઓપનિંગ પાર્ટનરની શોધ છે, જે તેમના પણ ખતરનાક હોય. ટીમ ઇન્ડીયામાં 3 એવા ધાકડ ખેલાડી છે, જે 'હિટમેન' રોહિત શર્માથી પણ વધુ ખતરનાક છે અને ખૂબ જલદી કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઇન્ડીયાને કાયમી ઓપનર બની શકે છે. આવો એક નજર કરીએ એવા 3 ખેલાડીઓ પર...
1. પૃથ્વી શો
તોફાની બેટ્સમેન પૃથ્વી શો વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પૃથ્વી શૉને ઓપનર તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, જે રોહિત શર્માની જગ્યા ભરી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં પૃથ્વી શૉને ઘણી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે અને તેમણે પોતાની તાબડતોડ બેટીંગથી સિલેક્ટર્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. પૃથ્વી શૉને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગનું સંયોજન માનવામાં આવે છે, તેમની પાસે એક-એકથી ચઢિયાતા શોટ છે. આગામી દિવસોમાં પૃથ્વી શૉ કેએલ રાહુલનું પત્તું કાપીને ટીમ ઈન્ડિયાનો કાયમી ઓપનર બની શકે છે. ભારતે પૃથ્વી શૉની કપ્તાનીમાં એક વખત અંડર-19નો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે ભારતના યુવા સ્ટાર્સે 2019 અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યારે શૉ તે ટીમના કેપ્ટન હતા. તે સમયે શુભમન ગિલ અને શિવમ માવી જેવા સ્ટાર્સ પણ આ જ ટીમનો ભાગ હતા.
2. ઇશાન કિશન
ટીમ ઇન્ડીયના યુવા ખેલાડી ઇશાન કિશન તાબડતોડ બેટ્સમેન સાથે વિકેટકિપિંગમાં પણ માહેર છે. આ પ્લેયર ક્રીઝ પર આવતાં જ મોટા મોટા બોલરોના છોતરા કાઢવાનું શરૂ કરી દે છે. આ પ્લેટર થોડા બોલમાં જ મેચની દીશા બદલી દે છે. ઈશાન કિશન ડાબોડી બેટ્સમેન છે તેથી ઓપનિંગમાં લેફ્ટ-રાઈટ કોમ્બિનેશનને જોતા રોહિત શર્મા તેને ઓપનિંગમાં તક આપશે. ઈશાન કિશન રોહિત શર્માને ટીમ ઈન્ડિયામાં વિકેટકીપરનો વિકલ્પ પણ આપે છે. ઈશાન કિશને પોતાની ધમાકેદાર બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. IPL 2021માં આ ખેલાડીએ શાનદાર રમતનું ઉદાહરણ રજૂ કર્યું. IPL 2021માં મુંબઈને IPL પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદ સામે મોટી જીતની જરૂર હતી, જેમાં ઈશાન કિશને 32 બોલમાં 84 રન બનાવ્યા હતા. ઇશાન કિશનની આ ઇનિંગમાં 11 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ઈશાન કિશનની આ ધમાકેદાર ઈનિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મુંબઈ IPL પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું, પરંતુ ઈશાન કિશને પોતાની ધમાકેદાર બેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
3 ઋષભ પંત
જે રીતે રોહિત શર્માને મિડલ ઓર્ડર બેટ્સમેનમાંથી ઓપનર બનાવવામાં આવ્યો હતો તે જ રીતે રિષભ પંતને પણ ટીમ ઈન્ડિયાનો ઓપનર બનાવી શકાય છે. ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફાયદો એ થશે કે ઋષભ પંત ડાબોડી બેટ્સમેન છે, જે ઓપનિંગમાં કોઈપણ વિરોધી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. જો ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો ઓપનર બને છે તો તે આ સ્થાન પર લાંબા સમય સુધી તોફાન મચાવી શકે છે. ઋષભ પંત કેપ્ટનશિપમાં પણ માહેર છે. આગામી દિવસોમાં તે ઓપનિંગ સાથે-સાથે કેપ્ટનશિપમાં પણ રોહિત શર્માને ટૅક્કર આપશે. ઋષભ પંતમાં ધોની જેવો દમ છે. તમને જણાવી દઇએ કે જ્યારે 2007 માં ધોનીને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશિપ સોંપવામાં આવી તો તે ઉપયોગ પણ સારો સાબિત થયો હતો. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ વાત બધા જાણે છે કે એક વિકેટકિપર મેદાન પર કોઇપણ ખેલાડીથી વધુ ગેમને સમજે છે, એવામાં પંતને ધોનીની માફક યૂઝ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે