ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી બેટિંગનો સાક્ષી છે 11 ઓક્ટોબર, માત્ર ફટકાર્યા હતા આટલા રન
મેજબાન પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે કરાચીમાં આ ઐતિહાસિક મેચ 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઇયાન જોનસને મેચમાં ટોસ જીત્યો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
નવી દિલ્હી: 'જેંટલમેન ગેમ'નો આ તે જમાનો હતો જ્યારે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) જ અસ્તિત્વમાં હતી. સીમિત ઓવરની મેચનો ઉદય થયો ન હતો. બેટ્સમેનનું ધ્યાન રન બનાવા કરતાં વધુ વિકેટ બચાવવા પર રહેતું હતું. પરિણામે ઘણીવાર બેટ્સમેન એટલું ધીમો રમતો કે દર્શકો ચોગ્ગા-છગ્ગા તો છોડો, એક-એક રન જોવા માટે પણ તરસતો હતો. 11 ઓક્ટોબર ક્રિકેટના ઇતિહાસમાં એક એવા દિવસના રૂપમાં નોંધાયો છે, જ્યારે દર્શકો દિવસભરની રમતમાં એકપણ ચોગ્ગો જોઇ ન શક્યા. આ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે 1956માં રમાઇ હતી.
મેજબાન પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે કરાચીમાં આ ઐતિહાસિક મેચ 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઇયાન જોનસને મેચમાં ટોસ જીત્યો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાની ટીમ 53.1 ઓવરની રમતમાં ફક્ત 80 રન બનાવીને આઉટ થઇ ગઇ. તેને પાકિસ્તાની સારી બોલિંગ કહો અથવા ઓસ્ટ્રેલિયાની ખરાબ બેટિંગ. પરંતુ હકિકત એ છે કે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ના તો કોઇ ચોગ્ગો લાગ્યો અને ના તો કોઇ છગ્ગો.
આજે તે ભારતીયનો B'Day છે, જેને ઇગ્લેંડવાળા 'ગોરો' બનાવવા માંગતા હતા...
ઓસ્ટ્રેલિયાને સસ્તામાં આઉટ કર્યા બાદ પાકિસ્તાન બેટિંગ કરવા માટે ઉતર્યું. તેણે દિવસની બાકી રમતમાં બે વિકેટના નુકસાન પર 15 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની માફક પાકિસ્તાની બેટ્સમેનોએ પણ પહેલાં દિવસે કોઇ બાઉન્ડ્રી ફટકારી નહી. આ પ્રકારે પહેલા દિવસની રમત સાડા પાંચ કલાક રમાઇ. કુલ 95 રન બન્ય અને 2 વિકેટ પડી. ક્રિકેટના ઇતિહાસમાં આ કોઇ એક દિવસના રમતમાં સૌથી ધીમી બેટિંગ (slowest day in Test history)નો વર્લ્ડ રેકોર્ડ છે.
કોહલીના દમ પર ભારતે બનાવ્યા 601 રન, બીજા દિવસના અંતે SA 36/3
પાકિસ્તાને જીતી હતી મેચ
આ મેચમાં એક વાત સારી રહી કે અહીં ડ્રો પુરી થઇ નહી. દર્શકો ભલે ધીમી બેટિંગ કંટાળી ગયા હોય, પરંતુ મેચનું પરિણામ જરૂર આવ્યું. મેજબાન પાકિસ્તાને આ મેચને નવ વિકેટથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ ઇનિંગમાં 80 અને બીજી ઇનિંગમાં 187 રન બનાવ્યા હતા. પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 199 રન બનાવ્યા હતા. પછી જીત માટે 59 રનની જરૂર હતી જે એક વિકેટ ગુમાવીને બનાવી લીધા.
INDvsSA : વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિ, ફટકારી 7 મી બેવડી સદી
15 વર્ષ બાદ થઇ પ્રથમ વનડે મેચ
ધીમી બેટિંગ માટે યાદગાર આ ઐતિહાસિક મેચના લગભગ 15 વર્ષ બાદ વનડે ક્રિકેટ (ODI Cricket) નો જન્મ થયો. પ્રથમ વનડે મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ વચ્ચે રમાયો હતો. પાંચ જાન્યુઆરી 1971ના રોજ ર્માઅયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇગ્લેંડને પાંચ વિકેટથી હરાવ્યું હતું.