આજે તે ભારતીયનો B'Day છે, જેને ઇગ્લેંડવાળા 'ગોરો' બનાવવા માંગતા હતા...
વિજય મર્ચેંટનો જન્મ 12 ઓક્ટોબરના રોજ મુંબઇમાં થયો. વિજય મર્ચેંટે 1933માં 22 વર્ષની ઉંમરમાં ભારત માટે પ્રથમ મેચ રમી. તેમણે જે મેચમાં ડેબ્યૂ કર્યું, તે ભારતની બીજી ટેસ્ટ મેચ હતી.
Trending Photos
નવી દિલ્હી: ક્રિકેટ 'જેંટલમેન ગેમ' છે. એવી ગેમ, જેમાં ઇગ્લેંડ અને ઇંગ્લિશ ક્રિકેટર વરસો સુધી પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમજે છે. આમ તો સમયાંતરે દુનિયાના ઘણા ક્રિકેટ્રોએ ઇગ્લેંડનું અભિમાન તોડ્યું છે. એવા ક્રિકેટરોની શરૂઆતી લિસ્ટમાં એક ભારતીયનું નામ આવે છે. આ નામ વિજય મર્ચેંટ (Vijay Merchant) છે. વિજય મર્ચેંટ આમ તો પોતાના કેરિયરમાં ફક્ત 10 મેચ રમી શક્યા છે, પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં તેમની આ મેચ અમિટ છે.
વિજય મર્ચેંટનો જન્મ 12 ઓક્ટોબરના રોજ મુંબઇમાં થયો. વિજય મર્ચેંટે 1933માં 22 વર્ષની ઉંમરમાં ભારત માટે પ્રથમ મેચ રમી. તેમણે જે મેચમાં ડેબ્યૂ કર્યું, તે ભારતની બીજી ટેસ્ટ મેચ હતી. વિજય મર્ચેંટે 1936માં ઇગ્લેંડ વિરૂદ્ધ માનચેસ્ટરમાં સદી ફટકારી હતી. વિજયની ઇનિંગ જોઇ ઇગ્લેંડના ત્યારના પૂર્વ ક્રિકેટર સીબી ફ્રાઇએ કહ્યું હતું કે 'ચાલો અમે તેમને (વિજય મર્ચેંટ) રંગ આપીએ અને તેમને ઓસ્ટ્રેલિયા લઇ જઇએ જેથી તે અમારી તરફથી ઓપનિંગ કરી શકે.
વિજય મર્ચેંટનું ઇન્ટરનેશનલ કેરિયર આમ તો લગભગ 18 વર્ષનું રહ્યું. પરંતુ આ દરમિયાન લગભગ 10 વર્ષ બીજા યુદ્ધની ભેટ ચડી ગયા. આ કારણે વિજય મર્ચેંટ પોતાના કેરિયરમાં 10 ટેસ્ટ મેચ જ રમી શક્યા. 1951માં ખભા પર ઇજા પહોંચી હતી. જેથી તેમણે સંન્યાસ લઇ લીધો. વિજય મર્ચેંટે ટેસ્ટ મેચમાં 47.72 ની સરેરાશથી 859 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સદી અને એટલી જ અડધી સદી છે. દુર્ભાગ્યવશ વિજય મર્ચેંટ ભારતની કોઇપણ જીતનો ભાગ ન બન્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે