INDvsSA : વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિ, ફટકારી 7 મી બેવડી સદી

India vs South Africa : વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ પૂણે ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી વધુ એક વિરાટ સિધ્ધિ મેળવી છે. સાતમી બેવડી સદી ફટકારી વિરાટ કોહલી આવી સિધ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

INDvsSA : વિરાટ કોહલીની વિરાટ સિધ્ધિ, ફટકારી 7 મી બેવડી સદી

નવી દિલ્હી : શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ બીજી ટેસ્ટ મેચ પોતાને નામ કરી છે. વધુ એક વિરાટ સિધ્ધિ મેળવી વિરાટ 7 બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. દુનિયામાં આ સિધ્ધિ મેળવનારા માત્ર ત્રણ ખેલાડીઓ જ છે કે જેમણે વિરાટ કોહલી જેટલી સદી ફટકારી છે. 

વિરાટ કોહલીની ચાલુ વર્ષની આ પ્રથમ ટેસ્ટ સદી છે. ચાલુ વર્ષે તે ચાર ટેસ્ટ રમી ચૂક્યો છે પરંતુ એક પણ સદી ફટકારી ન હતી. વિરાટે છેલ્લી સદી ગત વર્ષે ડિસેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ફટકારી હતી. વિરાટે છેલ્લી બેવડી સદી 2017 માં લગાવી હતી. તેણે દિલ્હીમાં શ્રીલંકા સામે 243 રન કર્યા હતા. 

virat

વિરાટ કોહલી દુનિયાનો એવો છઠ્ઠો ખેલાડી છે કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં સાત કે એનાથી વધુ બેવડી સદી ફટકારી હોય. સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનના નામે છે. તેમણે 12 વખત બેવડી સદી ફટકારી છે. શ્રીલંકાના કુમાર સંગકારાએ 11 અને વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાએ 9 બેવડી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડના વોલી હેમંડ અને શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ સાત સાત બેવડી સદી ફટકારી વિરાટની બરોબરીમાં છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પૂણેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ગુરૂવારે ભારતે ત્રણ વિકેટ ગુમાવી 273 રન બનાવ્યા હતા. દિવસ પુરો થતાં વિરાટ કોહલી 63 રન સાથે અણનમ હતો. આજે બીજા દિવસે વિરાટે 200 રન પાર કરી બેવડી સદી ફટકારી વિરાટ સિધ્ધિ મેળવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news