મુંબઈ : પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં શાનદાર 151 રનની ઈનિંગ રમી છે. આ ઈનિંગ્સ સાથે તેણે કરિયરમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી. તેણે વન-ડે કરિયર એવરેજ બાબતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. હાલમાં વર્લ્ડ કપને ગણતરીના દિવસોની વાર છે ત્યારે વિરાટ કોહલીને આ ધોબીપછાડ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમામ ઉલ હક પાકિસ્તાની ઓપનર છે અને તે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇન્ઝમામ ઉલ હકનો ભત્રીજો છે. 24 વર્ષિય ઇમામ ડાબોડી બેટસમેન છે. ઇમામ હાલમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન ગણાય છે. 


આ એક ખેલાડી મામલે ટીમ ઇન્ડિયામાં મોટું કન્ફ્યુઝન કારણ કે....


ઈમામ 27 વન-ડે મેચોમાં 60.04 રનની એવરેજ સાથે 1381 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 6 સદી અને 5 અર્ધ સદી લગાવી છે. ઈમામ આની સાથે જ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશ (1000થી વધુ રન બનાવ્યા બાદ) ધરાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે આ બાબતે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે જે અત્યારે 227 મેચોમાં 59.57 રનની એવરેજ સાથે ત્રીજા સ્થાને છે. પ્રથમ નંબરે નેધરલેન્ડ્સનો રાયન ટેન ડોશ્ચેટ છે જેણે 33 વન-ડેમાં 67 રનની એવરેજ સાથે 1541 રન બનાવ્યા છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...