આ એક ખેલાડી મામલે ટીમ ઇન્ડિયામાં મોટું કન્ફ્યુઝન કારણ કે....
ભારતીય ટીમ ઈગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે તા. 22 મેના રોજ ભારતથી ઈગ્લેન્ડ માટે રવાના થશે. આ વખતે ભારત પાસે 1983 અને 2011 બાદ 2019નો વિશ્વકપ જીતવાની તક છે.
Trending Photos
મુંબઈ : ભારતીય ટીમ ઈગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે તા. 22 મેના રોજ ભારતથી ઈગ્લેન્ડ માટે રવાના થશે. આ વખતે ભારત પાસે 1983 અને 2011 બાદ 2019નો વિશ્વકપ જીતવાની તક છે. જોકે આ મામલે ટીમ ઇન્ડિયાના વિશે મોટા સમાચાર આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ઇજાગ્રસ્ત ખેલાડી કેદાર જાધવનું ઈગ્લેન્ડ જવું નક્કી થયું નથી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સિનિયર સિલેક્ટર્સ કેદાર જાધવને લઈને એલર્ટ છે અને તેની ફીટનેસ પર સતત નજર રાખી રહ્યા છે. કેદાર જાધવ પણ ફીટનેસ માટે પ્રયત્ન કરી રહ્યો છે. આઈસીસીના નિયમ અનુસાર ટીમ પોતાના ખેલાડીઓમાં 23 મે સુધી જરુરી ફેરફાર કરી શકે છે. જો 23મી સુધી કેદાર જાધવ ફીટ નહીં થાય તો તેની જગ્યાએ અક્ષર પટેલ અને અંબાતી રાયડુંને તક મળશે.
નોંધનીય છે કે ઈજાનો સિલસિલો કેદાર જાધવનું પીછો છોડવાનું નામ લઈ રહ્યો નથી. ગત વર્ષે સ્નાયુ ખેંચાઈ જવાને કારણે આખી સિઝન બહાર રહેનાર આ બેટ્સમેનને હવે ખભાની ઈજા થઈ છે. જાધવ ઇજાને કારણે પણ ચિંતામાં છે કારણ કે તે ભારતની વિશ્વ કપની ટીમનો મુખ્ય સભ્ય છે. જાધવ આઈપીએલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપર કિંગ્સ માટે રમતા કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.
જો કેદાર જાધવ ફીટ સાબિત નહીં થાય તો કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત બીજા ખેલાડીઓને પણ પૂરતી પ્રેક્ટિસ માટે મહેનત કરવી પડે એમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે