પાક શૂટરોને વિશ્વકપ માટે મળ્યા ભારતના વીઝા
પુલવામા હુમલા બાદ નવી દિલ્હીમાં શરૂ થઈ રહેલા શૂટિંગ વિશ્વકપમાં પાકિસ્તાની શૂટરોના ભાગ લેવા પર જે શંકાની સ્થિતિ હતી તેના પર સોમવારે વિરામ લાગી ગયો છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના નિશાનેબાજોને નવી દિલ્હીમાં યોજાનારા વિશ્વકપ માટે સોમવારે વીઝા મળી ગયા છે. પાક ખેલાડીઓને વીઝા મળ્યા બાદ પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારીને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ પૂરી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય નિશાનબાજ રમત મહાસંઘે આ ટૂર્નામેન્ટના માધ્યમથી ટોક્યો ઓલમ્પિક 2020ના 16 સ્થાન નક્કી થશે.
વિશ્વકપ ગુરૂવારથી કર્ણી સિંહ રેન્જ પર રમાશે. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના સચિવ રાજીવ ભાટિયાએ જણાવ્યું, તેના વીઝાને મંજૂરી મળી ગઈ છે. અમે ભારતીય હાઇકમિશન અને પાકિસ્તાની શૂટિંગ મહાસંઘ પાસેથી તેની જાણકારી મળી છે. બંન્ને નિશાનબાજ અને મેનેજરની ટિકિટ બુક થઈ ગઈ છે.
આ પહેલા પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાને કારણે પાકિસ્તાની શૂટરોના વિશ્વકપમાં ભાગ લેવા પર આશંકા ઉભી થઈ હતી. પાકિસ્તાની શૂટિંગ મહાસંઘે કહ્યું હતું કે, સોમવારે સાંજ સુધી વીઝા ન મળવા પર તે પોતાના શૂટરોને મોકલશે નહીં. ભારત સરકારને તેની અરજીને ગુરૂવારે થયેલા હુમલા પહેલા મંજૂરી આપી દેવામાં આવી હતી. પાકિસ્તાને રેપિડ ફાયર વર્ગમાં જીએમ બશીર અને ખલીલ અહમદના વીઝાની અરજી કરી હતી.